ભારત હવે સમુદ્રના પેટાળમાં સ્થાપશે આધુનિક સી-લેબ: 6 કિલોમીટર ઉંડે સંશોધન કેન્દ્રની યોજના

ભારત હવે સમુદ્રના પેટાળમાં સ્થાપશે આધુનિક સી-લેબ: 6 કિલોમીટર ઉંડે સંશોધન કેન્દ્રની યોજના

નવી દિલ્હી: ચંદ્રયાન અને સ્પેસ લેબ જેવી સિદ્ધિઓ પછી ભારત હવે સમુદ્ર સંશોધનમાં પણ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. દેશ હવે હિન્દ મહાસાગરના તળિયે 6 કિલોમીટર ઉંડે ‘સી-લેબ’ (સમુદ્ર લેબોરેટરી) સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ “વિઝન 2047” હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ચેન્નઈ દ્વારા અમલમાં મુકવામાં આવશે અને આશરે 2050 સુધીમાં પૂરું થઈ જશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્રના તળિયે એક આધુનિક પારદર્શક લેબોરેટરી તૈયાર કરવામાં આવશે, જ્યાંથી સમુદ્રના જીવસૃષ્ટિ, ગતિવિધિઓ અને પર્યાવરણનું સીધું નિરીક્ષણ શક્ય બનશે. આ લેબ માનવ જીવન માટે સમુદ્રમાં રહેઠાણના સંભાવિત માધ્યમો શોધવા માટે પણ ઉપયોગી બનશે.

પ્રથમ તબક્કામાં 500 મીટર ઊંડાઈએ ત્રણ સંશોધકો રહી શકે તેવું નાનું સી-સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ, ખોરાક અને આરામની સુવિધાઓ રહેશે. સંશોધકોને લેબ સુધી પહોંચાડવા અને પાછા લાવવા માટે ખાસ ડિઝાઇન કરાયેલ સબમરીન વાહનનો ઉપયોગ કરવામાં આવશે.

વિશ્વમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સનું ઉદાહરણ ખૂબ ઓછું છે. અમેરિકાના ફ્લોરિડામાં સ્થિત ઈન્ટરનેશનલ એક્વેરિયમ રીફ બેઝ 19 મીટર ઊંડાઈએ આવેલ છે. ચીન પણ 2030 સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની સી-લેબ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે.

ભારતનો આ પ્રોજેક્ટ સાગર સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વને નવી દિશા આપશે અને ભવિષ્યમાં સમુદ્રના ઊંડાણમાં રહેઠાણ અને સંશોધન માટે માર્ગદર્શનરૂપ સાબિત થશે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ