બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 20 વિકેટો પડી, 124 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 20 વિકેટો પડી, 124 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

બોક્સિંગ ડે ટેસ્ટમાં પહેલા દિવસે જ ક્રિકેટ ઇતિહાસ રચાયો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહેલી એશિઝ 2025-26 સિરીઝની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કુલ 20 વિકેટો પડી, જે 124 વર્ષ બાદ બન્યો એક દુર્લભ અને ઐતિહાસિક રેકોર્ડ છે.

26 ડિસેમ્બરથી શરૂ થયેલી આ મેચમાં શરૂઆતથી જ ઝડપી બોલરોનો દબદબો રહ્યો. દિવસની રમત દરમિયાન બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સ ઓછી રનમાં સમેટાઈ ગઈ. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ્સમાં વિકેટ ગુમાવ્યા વગર 4 રન કર્યા હતા અને કુલ 46 રનની લીડ મેળવી હતી.
 
124 વર્ષ બાદ બન્યો અનોખો રેકોર્ડ

પ્રથમ દિવસમાં કુલ 20 બેટ્સમેન આઉટ થયા અને તમામ વિકેટો ઝડપી બોલરોએ જ લીધી. આ પહેલાં છેલ્લે જાન્યુઆરી 1902માં MCG પર એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે 25 વિકેટો પડી હતી. ખાસ વાત એ છે કે MCG પર ટેસ્ટ મેચના એક જ દિવસે 20 કે તેથી વધુ વિકેટો પડવાનો આ ચોથો પ્રસંગ છે.
 
ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલઆઉટ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ માટે માઈકલ નેસરે 35 અને ઉસ્માન ખ્વાજાએ 29 રન બનાવી થોડી લડત આપી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે ઘાતક બોલિંગ કરી 5 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈન તોડી નાંખી.
 
ઇંગ્લેન્ડ પણ 110 રનમાં સમેટાયું

જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પણ ખાસ પ્રદર્શન કરી શકી નહીં અને 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડ માટે હેરી બ્રુકે સૌથી વધુ 41 રન બનાવ્યા, જ્યારે ગસ એટકિન્સન (28) અને કેપ્ટન બેન સ્ટોક્સ (16) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 4 અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ ઝડપી.
 
MCGમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટો (ટેસ્ટ)

  • 25 વિકેટ: ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ (1901-02, પ્રથમ દિવસ)
  • 20 વિકેટ: ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા (1931-32, પ્રથમ દિવસ)
  • 20 વિકેટ: ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ (1894-95, પ્રથમ દિવસ)
  • 20 વિકેટ: ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ (2025-26, પ્રથમ દિવસ)

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ આ સિરીઝમાં 3-0ની અજેય લીડ સાથે એશિઝ પોતાના નામે કરી ચૂકી છે. બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે જોવા મળેલી બેટિંગ નિષ્ફળતા અને બોલરોનું પ્રભુત્વ એ સ્પષ્ટ કરે છે કે પિચ શરૂઆતથી જ બેટ્સમેનો માટે અત્યંત પડકારજનક રહી છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ