ભારતમાં ઈલેકિટ્રક કારના વેચાણમાં નવો રેકોર્ડ : 2 લાખથી વધુનું વેચાણ

ભારતમાં ઈલેકિટ્રક કારના વેચાણમાં નવો રેકોર્ડ : 2 લાખથી વધુનું વેચાણ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં ટાટા મોટર્સે એક નવો ઇતિહાસ રચ્યો છે. ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે ભારતમાં તેની ઇલેક્ટ્રિક કારનું કુલ વેચાણ 2.5 લાખ યુનિટને પાર કરી ગયું છે. કંપનીના ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન વ્યવસાય માટે આ સિદ્ધિ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે.

ટાટા મોટર્સે વર્ષ 2020માં પોતાની પહેલી નિયમિત ઇલેક્ટ્રિક કાર Nexon EV લોન્ચ કરી હતી. ત્યારબાદ Nexon EV ભારતની પ્રથમ એવી ઇલેક્ટ્રિક SUV બની છે, જેણે 1 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર કર્યો છે. આ સફળતાએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે ગ્રાહકોનો વધતો વિશ્વાસ દર્શાવ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ વેચાણમાં તેની વિવિધ ઇલેક્ટ્રિક કાર રેન્જનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલ ટાટાની EV રેન્જમાં Nexon EV, Tiago EV, Punch EV, Harrier EV તેમજ ફ્લીટ સેગમેન્ટ માટેની Xpress-T EVનો સમાવેશ થાય છે. વિવિધ બોડી સ્ટાઇલ અને અલગ- અલગ કિંમતી શ્રેણીમાં મોડેલ્સ ઉપલબ્ધ હોવાને કારણે ટાટાને EV માર્કેટમાં મજબૂત પકડ મળી છે.

ટાટા મોટર્સે જણાવ્યું કે ખાનગી ગ્રાહકો સાથે-સાથ ફ્લીટ ઓપરેટરોમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. કંપનીના ડેટા મુજબ, ટાટા EV માલિકોએ અત્યાર સુધીમાં મળીને 5 અબજ કિલોમીટરથી વધુ વાહન ચલાવ્યું છે, જે દર્શાવે છે કે લોકો હવે EVને માત્ર વિકલ્પ તરીકે નહીં પરંતુ દૈનિક ઉપયોગ માટે અપનાવી રહ્યા છે.

EV વેચાણમાં વધારાનું એક મુખ્ય કારણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ પણ છે. ટાટા મોટર્સ ટાટા પાવર સાથે મળીને દેશમાં ચાર્જિંગ નેટવર્ક વિકસાવી રહી છે. હાલમાં ભારતભરમાં 20,000થી વધુ જાહેર ચાર્જિંગ પોઇન્ટ કાર્યરત છે, જે EV અપનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આગામી સમયમાં ટાટા મોટર્સ તેના ખાસ EV આર્કિટેક્ચર પર આધારિત નવા ઇલેક્ટ્રિક મોડેલ્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીનું માનવું છે કે ઇલેક્ટ્રિક વાહનો ભારતના ભવિષ્યનું પરિવહન છે અને વધતી માંગને ધ્યાનમાં રાખીને તે EV સેગમેન્ટમાં સતત રોકાણ કરતી રહેશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ