ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો Sep 10, 2026 નવી દિલ્હી,નેપાળમાં ભારતે 8મી વખત મોકલ્યો રાહત સામગ્રીનો જથ્થોનેપાળમાં પૂર અને આફતના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતે નેપાળ માટે રાહત સામગ્રીનો 8મો જથ્થો રવાના કર્યો છે, જે અંતર્ગત 35 ટન રાહત અને બચાવ સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું વિમાન સુરક્ષિત રીતે કાઠમંડુ પહોંચી ગયું છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં કુલ 1367 મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી સમગ્ર દેશમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ મોટા પાયે સર્ચ, રેસ્ક્યુ અને રિકવરી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.સંકટના આ સમયમાં એક સાચા મિત્ર અને પડોશીની ફરજ અદા કરતા ભારતે શરૂઆતથી જ નેપાળને ત્વરિત સહાય પૂરી પાડી છે. ભારતીય વાયુસેના દ્વારા મોકલવામાં આવેલી આ 8મી ફ્લાઈટ દ્વારા 35 ટન આવશ્યક રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડવામાં આવી છે. આ અગાઉ પણ ભારતે વિવિધ તબક્કામાં રાહત સામગ્રી અને બચાવ સાધનો મોકલીને નેપાળ સરકાર અને ત્યાંના નાગરિકોને પૂરના પ્રકોપ સામે લડવા માટે મજબૂત ટેકો આપ્યો છે. Previous Post Next Post