ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

નવી દિલ્હી,

ઈંધણના ભાવમાં ફેરફાર અનિવાર્ય બનવાના એંધાણ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા સતત અને અસ્થિર વધારાએ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. વૈશ્વિક બજારના બદલાતા સમીકરણો અને ઇંધણની આયાત પડતર સામે સ્થાનિક બજારમાં લાંબા સમયથી રિટેલ વેચાણ ભાવ સ્થિર રાખવા પડ્યા હોવાને કારણે ઓઈલ કંપનીઓને હાલમાં પ્રતિ લિટર પેટ્રોલના વેચાણ પાછળ અંદાજે રૂા. ૫ અને ડિઝલના વેચાણ પાછળ આશ્ચર્યજનક રીતે પ્રતિ લિટર રૂા. ૨૩ સુધીની જંગી ખોટ સહન કરવી પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ભડકે બળતા

ક્રૂડતેલના વૈશ્વિક ભાવ અને રિફાઇનરી કોસ્ટ સામે ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડિઝલના છૂટક ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે, ખર્ચ અને આવક વચ્ચેની આ ખીણ ઊંડી થતી જાય છે, જેના કારણે કંપનીઓની આર્થિક સ્થિતિ પર ગંભીર દબાણ સર્જાયું છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલની કિંમતોમાં આ જ પ્રકારે તેજી જળવાઈ રહેશે, તો ઓઈલ કંપનીઓ પોતાના નુકસાનને સરભર કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવા મજબૂર બને તેવી પૂરી સંભાવના છે તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

You may also like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

બિહારના ૧૪ જિલ્લામાં પૂરથી ૫ હજાર સ્કૂલો બંધ, યુ.પી.માં મંદિર અને મકાનો તણાયા

બિહારના ૧૪ જિલ્લામાં પૂરથી ૫ હજાર સ્કૂલો બંધ, યુ.પી.માં મંદિર અને મકાનો તણાયા