આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની ધમાકેદાર કાર્યવાહી, હિડમા પછી વધુ 7 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની ધમાકેદાર કાર્યવાહી, હિડમા પછી વધુ 7 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં સુરક્ષા દળોએ બુધવારે સવારે મોટું એન્કાઉન્ટર ઓપરેશન હાથ ધર્યું જેમાં કુલ 7 નક્સલીઓ ઠાર થયા. મંગળવારથી શરૂ કરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન મારેડુમિલ્લી અને જી.એમ. વાલસા વિસ્તારમાં નક્સલીઓ સાથે મક્કમ અથડામણ થઈ હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પુષ્ટિ કરી હતી કે મારેલા નક્સલીઓમાં 4 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે.

મૃત નક્સલીઓમાં સંગઠનનો ટોચનો ટેક્નિકલ અને IED નિષ્ણાત મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ સામેલ હતો. તે આંધ્ર–ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટીનો મુખ્ય સભ્ય હતો અને છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા મોટા લેન્ડમાઇન તથા વિસ્ફોટક હુમલાઓની યોજના તથા અમલમાં તેની ભૂમિકા મહત્વની રહી હતી. હથિયારોની બનાવટ, સંચાર પ્રણાલીઓ અને વિસ્ફોટકો અંગે તે સંગઠનની ટેક્નિકલ કરોડરજ્જુ માનવામાં આવતો હતો.

છેલ્લા કેટલાક મહિનાઓથી AOB વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો. તેઓ નવા ઠેકાણા ઉભા કરી રહ્યા હતા, જૂથોને ફરી એકઠા કરી રહ્યા હતા અને છત્તીસગઢથી સરહદ પાર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જાણકારીના આધારે ગ્રેહાઉન્ડ્સ સહિત સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પરિણામે બુધવારે આ અથડામણ સર્જાઈ.

એડીજીના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં જ મારેડુમિલ્લી વિસ્તારમાં થયેલી કાર્યવાહી દરમિયાન કુખ્યાત નક્સલી નેતા હિડમા સહિત 6 નક્સલીઓ ઠાર થયા હતા. આ ઓપરેશનથી મળેલી ગુપ્ત માહિતીએ સુરક્ષા દળોને વિસ્તૃત નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી હતી. તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 50 નક્સલીઓને પણ પકડવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય સમિતિથી લઈ પ્લાટૂન સભ્યો સુધીના કાડર સામેલ છે.

આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે, જેમાં 45 હથિયારો, 272 કારતૂસ, ટેક્નિકલ ઉપકરણો, વાયર અને મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. દળોએ કોઈ નુકસાન વિના ઓપરેશન પૂર્ણ કરી સફળતા મેળવી છે.

આ સમગ્ર ઘટના તે સમયે બની છે જ્યારે છત્તીસગઢમાં દબાણ વધતા અનેક નક્સલીઓ આંધ્ર પ્રદેશમાં શરણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓપરેશન નક્સલી સંગઠનના ટેક્નિકલ માળખા અને અસરકારકતાને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

You may also like

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા