નીતિશ કુમાર ફરી બિહારમાં સીએમ બનશે, ભાજપે સમ્રાટ ચૌધરી-વિજય સિંહાને ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કર્યા

નીતિશ કુમાર ફરી બિહારમાં સીએમ બનશે, ભાજપે સમ્રાટ ચૌધરી-વિજય સિંહાને ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કર્યા

બિહારની રાજકીય હલચલ વચ્ચે નીતિશ કુમાર ફરી એક વખત સત્તામાં આવવા તૈયાર છે. જેડીયૂની બેઠકમાં તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બાદ તેમના 10મા કાર્યકાળનું મુખ્યમંત્રીપદ લગભગ પક્કું થઈ ચૂક્યું છે. હવે તેઓ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

બીજી તરફ, ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા—આ બંનેને ફરી એકવાર ઉપમુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.

શપથ ગ્રહણ સમારોહ ખાસ બનશે એવી ચર્ચા છે, કારણ કે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજરી આપવા શકે છે. સમારોહ આવતીકાલે સવારે 11:30 વાગ્યે યોજાશે.

બિહારની રાજનીતિમાં નીતિશ કુમારનો આ દસમો કાર્યકાળ તેમને સૌથી લાંબા સમય સુધી સીએમ રહેનાર નેતાઓની યાદીમાં વધુ મજબૂત બનાવશે. નવા રાજકીય સમીકરણો સાથે રાજ્યની આગામી દિશા પર સૌની નજર છે.

You may also like

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા