એપલ દ્વારા સરકારનો આદેશ માનવાનો ઈનકાર! 'સંચાર સાથી' એપ મુદ્દે વિવાદ વધવાના એંધાણ Dec 02, 2025 ભારતમાં મોબાઇલ યુઝર્સની સુરક્ષા વધારવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા દરેક નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પ્રિ-ઇન્સ્ટોલ ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય પર હવે મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને વિશ્વની ટેક જાયન્ટ એપલ દ્વારા આ આદેશને સ્વીકારવામાં અચકાશો બતાવવામાં આવી રહ્યો છે.સરકારના આ નિર્ણયને વિપક્ષે તો પહેલાથી જ ‘સર્વેલન્સ’ સાથે જોડીને પેગાસસ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ હવે એપલના વિરોધના સંકેતો બાદ મામલો વધુ ગરમાયો છે.એપલનો વિરોધ અને ચિંતાઓચર્ચાઓ મુજબ, એપલ સરકારના આદેશનો વિરોધ કરશે કારણ કે આ એપ તેમની ઇકોસિસ્ટમનો ભાગ નથી અને તેને ડિલીટ ન કરી શકાય તેવો નિયમ તેમની પ્રાઇવસી પૉલિસીના વિરૂદ્ધ છે.એપલનો મત છે કે:બાહ્ય એપ ફરજિયાત કરવા થી iOSની સુરક્ષા કમજોર થશેહેકિંગ અથવા બ્રીચની શક્યતા વધી શકેયુઝરની પ્રાઇવસી પર આકરું જોખમ ઉભું થઈ શકેએપલ દુનિયાની કોઈ પણ સરકારના પ્રિ-ઇન્સ્ટોલ્ડ, અનરિમૂવેબલ એપ્સને સ્વીકારતી નથી, અને ભારત માટે અપવાદ બની શકે તેમ નથી. યુઝરની સુરક્ષા અને પ્રાઇવસી તેમની બ્રાન્ડની મુખ્ય ઓળખ હોવાથી તેઓ આ આદેશ પર સરકારને સત્તાવાર જવાબ આપવાની તૈયારીમાં છે.કંપનીઓને ‘ચુપચાપ’ નોટિસ?સૂત્રો મુજબ, સરકારએ એપલ, સેમસંગ, શાઓમી સહિતની કંપનીઓને 90 દિવસમાં આ એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવા માટે નોટિસ આપી હતી. સંચાર સાથી એપનો ઉદ્દેશ્ય ચોરી થયેલા ફોનને બ્લૉક/ટ્રેસ કરવો અને ફ્રોડ અટકાવવાનો છે.પરંતુ કંપનીઓને આ એપ અનઇન્સ્ટોલ ન કરી શકાય તેવો શરત સ્વીકારવામાં તકલીફ છે. હાલમાં એપલના વિરોધના સંકેતો બાદ અન્ય કંપનીઓ પણ આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ લઈ શકે છે.મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સ્પષ્ટતાસરકારી વાદળો વધુ ઘેરા થતાં ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપ્યું કે:આ એપથી કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ થતું નથીયુઝર ઇચ્છે તો એપ ડિલીટ કરી શકે છેએપ એક્ટિવ કે ઇનએક્ટિવ રાખવાનો સંપૂર્ણ હક યુઝરને છેઆ એપનો હેતુ ચોરી અને છેતરપિંડીથી રક્ષા કરવાનો છેતેમણે ભારપૂર્વક કહ્યું કે એપ ફરજિયાત નથી, પરંતુ સામાન્ય લોકો માટે તે ઉપલબ્ધ કરાવવાની સરકારની જવાબદારી છે.હાલની સ્થિતિઆ મુદ્દે હજી સુધી એપલ અથવા ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. પરંતુ ટેક ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા એ છે કે જો એપલ ખુલ્લેઆમ વિરોધ કરે, તો અન્ય કંપનીઓ પણ આ આદેશ સામે વાંધો ઉઠાવી શકે.આગામી દિવસોમાં એપલનો સત્તાવાર જવાબ અને સરકારના વલણ પર જ આ વિવાદની દિશા અને અંતિમ નિર્ણય નિર્ભર રહેશે. Previous Post Next Post