Bigg Boss 19: કોણ બનશે આ સીઝનનો વિજેતા? ટ્રોફીની પ્રથમ ઝલક આવી સામે Dec 05, 2025 બિગ બોસ 19 હવે અંતિમ ચરણમાં છે અને માત્ર થોડા જ દિવસોમાં આ ખૂબ જ લોકપ્રિય અને ચર્ચાસ્પદ રિયાલિટી શોનું ગ્રાન્ડ ફિનાલે થશે. 7 ડિસેમ્બરે સલમાન ખાન દ્વારા આ સીઝનનું ભવ્ય સમાપન થશે અને લોકોની ઉત્સુકતાનો અંત આવશે. આ વખતે ઝગડા, હંગામા, ભાવનાઓ, મિત્રતા, શત્રુતા અને અનંત એન્ટરટેઇનમેન્ટથી ભરેલા આ સીઝનને દર્શકોએ ખુબ જ પસંદ કર્યું છે. દર્શકો વચ્ચે આ ચર્ચાનો વિષય છે કે આખરે આ સીઝનનો વિજેતા કોણ બનશે. એ વચ્ચે શોના મેકર્સે બિગ બોસ 19ની ટ્રોફીનું અનાવરણ કરી દીધું હોવાથી ફેન્સમાં ઉત્સાહ વધુ વધી ગયો છે.આ સીઝનની ટ્રોફીનું ડિઝાઇન અત્યંત આકર્ષક અને ઝગમગતું છે. શોની થીમ 'ઘરવાળાઓની સરકાર' મુજબ આ ટ્રોફીનું ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું છે. શોના પ્રીમિયર પહેલા સલમાન ખાન જે રીતે હાથે એક ખાસ ઇશારો કરતા દેખાતા હતા, તે જ ઇશારો આ ટ્રોફી પર પ્રતિબિંબિત થાય છે. ટ્રોફી બે હાથની આકારમાં બનાવવામાં આવી છે, જેને જોઇને એનો સંદેશ ખૂબ સ્પષ્ટ થાય છે—એકતા, પરિવાર, ઘર અને સંબંધો. તેના પર અનોખું ડાયમંડ વર્ક પણ કરવામાં આવ્યું છે, જે તેને અન્ય તમામ સીઝન કરતાં અલગ બનાવે છે. નીચેની તરફ 'Winner – Bigg Boss 19'ની લખાણ સાથે તેને વધુ પ્રીમિયમ અને રોયલ ટચ આપવામાં આવ્યો છે.પાછલા એપિસોડમાં પાંચેય ફાઇનલિસ્ટ—ફરહાન ભટ્ટ, ગૌરવ ખન્ના, અમાલ મલિક, તાન્યા મિત્તલ અને પ્રણિત મોરે—ને એસેમ્બલી રૂમમાં બોલાવીને ટ્રોફી રિવીલ કરવામાં આવી હતી. ટ્રોફીને સામે જોઈ બધાના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા હતા. ત્રણ મહિનાથી વધારે લાંબા આ સફરમાં દરેક સ્પર્ધક માટે આ ટ્રોફી એક સ્વપ્ન સમાન છે. દરેક ટાસ્ક, દરેક ઝઘડો, દરેક ભાવનાત્મક ક્ષણ અને દરેક પડકાર સાથે તેઓ આજે અહીં સુધી પહોંચ્યા છે.ફાઇનલિસ્ટોમાં દરેકનું પોતાનું ફેનબેઝ છે અને સોશિયલ મીડિયા પર લોકો પોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટને વિજેતા બનાવવા સતત વોટિંગ, પોસ્ટિંગ અને સપોર્ટથી ચર્ચા જમાવી રહ્યા છે. ફરહાન ભટ્ટના સંયમિત સ્વભાવ અને સંતુલિત રમતને ઘણા લોકોએ વખાણી છે. ગૌરવ ખન્નાએ પોતાની સ્પષ્ટતા અને સ્ટ્રોન્ગ સ્ટેન્ડ દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. અમાલ મલિકે પોતાની મ્યુઝિકલ પર્સનાલિટી અને પોઝિટિવ વાઇબ્સથી લોકોને લુભાવ્યા છે. તાન્યા મિત્તલને પોતાના સ્ટ્રેટેજિક ગેમપ્લે અને ગેમમાં દેખાડેલી જિદ્દ માટે ઘણો સપોર્ટ મળ્યો છે. પ્રણિત મોરેએ શરૂઆતથી અંત સુધી સતત મજબૂત ગેમ આપીને ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.ટ્રોફી રિવીલ થતા જ પાંચેય ફાઈનલિસ્ટો વચ્ચેનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. ત્રણ મહિનાથી વધુ સમયથી તેઓ જે ટ્રોફી માટે લડી રહ્યા છે, તે પોતાને આગળ દેખાતાં સૌનાં ચહેરા પર નવેસરથી ઊર્જા અને ઉત્સાહ છલકાયો હતો. સોશિયલ મીડિયા પર પણ બિગ બોસ 19ની ટ્રોફીની તસવીરો જબરદસ્ત વાયરલ થઈ રહી છે. ફેન્સ સતત કોમેન્ટ્સ અને પોસ્ટ્સ દ્વારા પોતપોતાના ફેવરિટ સ્પર્ધકને વિજેતા બનાવવા અભિયાન ચલાવી રહ્યા છે.આ સીઝનનો વિજેતા કોણ બનશે તે જાણવા માટે હવે ફક્ત થોડા દિવસ બાકી છે. 7 ડિસેમ્બરના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાન દ્વારા ટ્રોફી વિજેતાના હાથે સોંપાશે અને આ ત્રણ મહિનાની જર્ની પૂર્ણ થશે. તે ક્ષણ માત્ર સ્પર્ધકો માટે જ નહીં પરંતુ તેમના ફેન્સ માટે પણ અત્યંત ભાવનાત્મક બનવાની છે.હવે સૌની નજર એક જ પ્રશ્ન પર ટકી છે—બીગ બોસ 19ની આ ઝગમગતી ટ્રોફી આખરે કોણ પોતાના ઘેર લઈ જશે? Previous Post Next Post