ભારતના દરિયા કિનારે મળ્યું ચીન સામે બ્રહ્માસ્ત્ર, મોબાઈલ EV અને જેટ ઉદ્યોગ પર મોટી અસર થશે સ્પષ્ટ Dec 19, 2025 વિશ્વમાં ટેક્નોલોજી, સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જાની દિશામાં ચાલી રહેલી દોડમાં હવે ભારતે એક એવું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ચીનની એકાધિકારશાહી પર મોટો પ્રહાર સાબિત થઈ શકે છે. આંધ્ર પ્રદેશના લાંબા દરિયાકાંઠે મળેલા રેર અર્થ મટિરિયલ્સના વિશાળ ભંડારે ભારતને વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત બનાવી દીધું છે. નિષ્ણાતો તેને ભારત માટે ‘બ્રહ્માસ્ત્ર’ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આ ખનિજોના આધારે ભવિષ્યની હાઈ-ટેક દુનિયા ઊભી થઈ રહી છે.આંધ્ર પ્રદેશનો લગભગ 974 કિલોમીટર લાંબો દરિયાકિનારો, જે અત્યાર સુધી સુંદર દરિયાકિનારા અને માછીમારી માટે ઓળખાતો હતો, હવે વૈશ્વિક ખનિજ નકશા પર મહત્વનું સ્થાન પામવા જઈ રહ્યો છે. શ્રીકાકુલમથી નેલ્લોર સુધી ફેલાયેલા દરિયાકિનારાની રેતીમાં મોનાઝાઇટ સહિતના રેર અર્થ મટિરિયલ્સનો મોટો ભંડાર મળી આવ્યો છે. આ મટિરિયલ્સ ફાઇટર જેટ, મિસાઇલ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહન, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રો માટે અનિવાર્ય છે. ચીનની મોનોપોલી માટે મોટો પડકારહાલમાં ચીન વિશ્વની લગભગ 85 ટકા રેર અર્થ પ્રોસેસિંગ ક્ષમતા પર કાબૂ ધરાવે છે. વૈશ્વિક બજારમાં કોઈ પણ દેશને દબાણમાં લેવું હોય ત્યારે ચીન આ ખનિજોને હથિયાર તરીકે વાપરે છે. આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશમાં મળેલા ભંડાર ભારત માટે વ્યૂહાત્મક સ્વતંત્રતાનું દ્વાર ખોલે છે. જો આ ખનિજોની યોગ્ય રીતે ખાણકામ અને પ્રોસેસિંગ કરવામાં આવે, તો ભારત ફાઇવથ જનરેશન ફાઇટર જેટ, આધુનિક મિસાઇલ સિસ્ટમ, આઇફોન જેવા સ્માર્ટ ડિવાઇસ અને EV બેટરીઝનું સ્થાનિક ઉત્પાદન કરી શકે છે. દરિયાઈ રેતીમાં છુપાયેલો ખજાનોભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસો મુજબ, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે મળતું મોનાઝાઇટ 55થી 60 ટકા રેર અર્થ ઓક્સાઇડ ધરાવે છે, જેને વૈશ્વિક સ્તરે હાઈ-ક્વોલિટી માનવામાં આવે છે. આ સાથે તેમાં 8થી 10 ટકા થોરિયમ પણ છે, જે ભારતના ભાવિ પરમાણુ ઊર્જા કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ બળતણ બની શકે છે. ઇલ્મેનાઇટ, રૂટાઇલ, ઝિરકોન, ગાર્નેટ અને સિલિમાનાઇટ જેવા અન્ય કિંમતી ખનિજો પણ અહીં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ક્યાં થાય છે રેર અર્થ મટિરિયલ્સનો ઉપયોગ?આ દુર્લભ ખનિજોના ઉપયોગ વગર આજની આધુનિક દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે.રેર અર્થ મટિરિયલ્સનો ઉપયોગ—ફાઇટર જેટ અને રડાર સિસ્ટમઇલેક્ટ્રિક વાહન અને બેટરીમિસાઇલ અને સંરક્ષણ સાધનોસ્માર્ટફોન, લેપટોપ, ટીવીપવનચક્કી અને સૌર પેનલમેડિકલ સાધનો અને પેઇન્ટમાં વ્યાપક રીતે થાય છે. ભારત પાસે કેટલો ભંડાર છે?અહેવાલો અનુસાર, ભારતમાં કુલ 300 મિલિયન ટનથી વધુ ભારે ખનિજ રેતીનો અંદાજિત ભંડાર છે, જેમાંથી 1.2થી 1.5 કરોડ ટન મોનાઝાઇટ છે. આમાંથી માત્ર આંધ્ર પ્રદેશનો હિસ્સો 30થી 35 ટકા જેટલો છે. અત્યાર સુધી પરમાણુ નિયમો, મર્યાદિત ટેક્નોલોજી અને નીતિગત અડચણો કારણે આ ખજાનો પૂરતો વપરાતો નહોતો. આંધ્ર સરકાર અને કેન્દ્રના પગલાંઆંધ્ર પ્રદેશ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (APMDC) હવે આ ખનિજોના ખાણકામ અને મૂલ્યવર્ધન તરફ ઝડપી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે 16,000 હેક્ટર વિસ્તારમાં બીચ સેન્ડ માઈનિંગ માટે લીઝ આપી છે, જેમાંથી 1,000 હેક્ટર માટે કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકાર હવે વધારાની જમીન ખોલવાની તૈયારીમાં છે.APMDCનું ધ્યાન માત્ર કાચા ખનિજની નિકાસ પર નહીં, પરંતુ દેશની અંદર પ્રોસેસિંગ અને ઉત્પાદન પર કેન્દ્રિત છે. કેન્દ્ર સરકારની PLI યોજના આ દિશામાં મોટું પ્રોત્સાહન પુરું પાડશે. આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલુંકેન્દ્ર સરકારે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ ખનન વેસ્ટ અને ઔદ્યોગિક કચરામાંથી મહત્વપૂર્ણ ખનિજોની પુનઃપ્રાપ્તિ માટે 100 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. આ પહેલથી ભારતને માત્ર ખનિજ પુરવઠામાં નહીં, પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી ચેઇનમાં પણ મજબૂત સ્થાન મળશે.સારાંશરૂપે કહીએ તો, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે મળેલા રેર અર્થ મટિરિયલ્સ ભારત માટે માત્ર ખનિજ નથી, પરંતુ આર્થિક, ટેક્નોલોજીકલ અને વ્યૂહાત્મક શક્તિનું નવું અધ્યાય છે. યોગ્ય નીતિ અને રોકાણથી આ ‘બ્રહ્માસ્ત્ર’ ભારતને ચીનની મોનોપોલીમાંથી મુક્ત કરી શકે છે અને વિશ્વમાં નવી ઓળખ અપાવી શકે છે. Previous Post Next Post