ગીર-સોમનાથ જિલ્લામાં માછીમારોની વસ્તી ગણતરી શરૂ, રજીસ્ટ્રેશન ફરજીયાત Dec 05, 2025 ગીર-સોમનાથ જિલ્લામાં કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા દરિયા કિનારના વિસ્તારોમાં માછીમારોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોને આવરી લે છે. સમગ્ર કામગીરી સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) દ્વારા ડિસેમ્બરના અંત સુધી ચાલી રહેવાની છે અને આ કાર્યને વધુ સુગમ બનાવવા માટે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ડિજિટલ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રાખવામાં આવ્યું છે.ગણતરીનો મુખ્ય હેતુ માછીમારી ઉદ્યોગ માટે જરૂરી મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાનો છે. આ માહિતી કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને ICAR-CMFRI માટે કામ આવશે અને દરિયાઈ માછીમારી ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે આધારરૂપ થશે. વિશેષ કરીને, સાગરખેડૂના ગામો, માછીમારી બંદર, લેન્ડિંગ સેન્ટર અને અન્ય સુવિધાઓના મૂલ્યાંકન ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે. આ સર્વેક્ષણથી માછીમાર સમુદાયને સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળે અને તેમના ધંધામાં રેકર્ડ તૈયાર કરવામાં મદદ મળશે.જાફરાબાદ તાલુકાની મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આ સર્વેક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. CMFRI વેરાવળના વૈજ્ઞાનિક ડો. વિનયકુમાર અને તેમની ટીમના સભ્ય વિપુલ સોલંકી, CSC સેન્ટરના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર મોરાસીય અને અન્ય અધિકારીઓએ સ્થાનિક માછીમાર સમુદાયના આગેવાનો સાથે વિશેષ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ખારવા સમાજ, કોળી સમાજ અને મુસ્લિમ માછીમાર સમુદાયના આગેવાનોની હાજરી નોંધાઈ હતી. ડિજિટલ પ્લેટફોર્મ મારફતે કામગીરીઆ કાર્ય માટે VYAS NAV નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપમાં માછીમારી ગામોની ઓળખ, નિખાણો, બંદરો, માછીમારી બાંધકામની માહિતી, તથા માછીમારોની ઓળખની વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. દરેક માછીમારને આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માહિતી ડિજિટલ રીતે સ્ટોર થવાથી સર્વેક્ષણ સ્ટાફને ડેટા એકત્રિત કરવું સરળ બને છે અને માહિતીનું ભવિષ્ય માટે રેકોર્ડ પણ તૈયાર થાય છે. સરકારી યોજનાઓ અને લાભસરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આ રજીસ્ટ્રેશન જરૂરી છે. જો માછીમાર આ રજીસ્ટ્રેશન કરાવશે નહીં, તો તેઓને કેટલીક યોજનાઓનો લાભ નહીં મળે. NFDP (National Fisheries Development Programme) અને અન્ય યોજનાઓ માટે પણ આ માહિતી આધારરૂપ રહેશે. આ સર્વેક્ષણથી માછીમાર સમુદાયના લોકો પોતાના હક માટે અરજી કરી શકે છે અને તેમના ધંધામાં નવી સુવિધાઓ મેળવી શકે છે. શું સામેલ હશે ગણતરીમાં?માછીમારોની વસ્તી ગણતરી દરમિયાન વિવિધ સુવિધાઓનો સમાવેશ થશે, જેમ કે:માછીમારી બંદરો અને લેન્ડિંગ સેન્ટરમાછીમારી સમુદાયના ગામોની ઓળખ અને જીઓ-ટેગિંગશભય પ્લાન્ટ અને બોટ બિલ્ડિંગ યાર્ડ્સગામડાના માળખાગત સુવિધાઓ અને માહિતીમાછીમાર સંખ્યા અને ધંધા સાથે જોડાયેલા લોકોની માહિતી સહયોગ અને માર્ગદર્શનગણતરી માટે ICAR-CMFRIના સર્વેક્ષણ સ્ટાફને સ્થાનિક માછીમાર સમુદાયના આગેવાનોનો પૂરાપૂર સહયોગ મળશે. સ્થાનિક નેતાઓ સર્વેક્ષણ સ્ટાફને જરૂરી માર્ગદર્શન, માહિતી અને સૂચનાઓ પૂરી પાડશે. આ કામગીરી દરમિયાન માછીમારોના મનમાં રહેલા ભય અને ચિંતા દૂર કરવામાં આવશે અને દરેક માછીમારને ડિજિટલ રીતે નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.આ સર્વેક્ષણથી માછીમારોની સંખ્યા, ધંધા અને સુવિધાઓ અંગે સંપૂર્ણ ડેટા એકત્રિત થશે. તે માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ રાજ્ય અને દેશના મચ્છિય ઉદ્યોગના વિકાસ માટે પણ આધારરૂપ થશે. આ પ્રોજેક્ટ ભારત સરકારની નીતિઓ, યોજનાઓ અને માછીમાર સમુદાયના હિતમાં મહત્વપૂર્ણ પગલું છે. Previous Post Next Post