રાજકોટ સહિત સૌરાષ્ટ્ર–કચ્છમાં ઠંડીનો પ્રકોપ યથાવત, નલિયામાં પારો 11 ડિગ્રી Dec 05, 2025 સૌરાષ્ટ્ર–કચ્છમાં શિયાળો હવે પોતાની અસલ ઢબે આવવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર–પૂર્વ દિશાથી આવતા ઠંડા પવનો લોકોમાં ઠંડીની અસર વધારી રહ્યા છે. રાજકોટ, જામનગર, ભુજ, ડિસા થી લઈને અમરેલી અને વડોદરા સુધી સવારના સમયગાળામાં “ટાઢોડુ” છવાયેલું જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર મહિનો પ્રારંભ થતાં જ રાજ્યના મોટા ભાગમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે.ગુરૂવારે સૌરાષ્ટ્ર–કચ્છમાં સૌથી ઠંડું સ્થાન નલિયા રહ્યું, જ્યાં પારો 11 ડિગ્રી સુધી લુઢક્યો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. રાજકોટમાં સવારની ઠંડી ખાસ્સી ચુભતી રહી હતી. સવારે આશરે 6 કિમી પ્રતિ કલાકની પવન ગતિ સાથે 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડીની અસર એટલી વધુ હતી કે ઘણા લોકો ગરમ કપડા, ટોપી અને છોડા પહેરીને જ બહાર નીકળતા જોવા મળ્યા. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનહવામાન વિભાગના આંકડા અનુસાર આજે સવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું—નલિયા – 11°Cરાજકોટ – 14.2°Cડીસા – 14.6°Cવડોદરા – 14.4°Cભુજ – 14.6°Cઅમરેલી – 15°Cગાંધીનગર – 15.5°Cભાવનગર – 18.8°Cદિવ – 17.4°Cપોરબંદર – 16.5°Cદ્વારકા – 19.5°Cઓખા – 21.5°Cસુરત – 19.6°Cવેરાવળ – 19.9°Cઆ આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે કે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વધુ શીતલહેરનો પ્રભાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીમાં વધુ વધારોમંગળવારના રોજ હવામાન વિભાગે જારી કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર–પૂર્વ દિશાથી આવતી હવાની ગતિ વધતાં સવારના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં શિયાળાની ધુમ્મસ પણ જોવા મળી શકે છે, જેના કારણે વાહન વ્યવહાર પર થોડો પ્રભાવ પડી શકે છે. જામનગરમાં પણ ઠંડીનું મોજુંજામનગરમાં છેલ્લા 8 દિવસથી લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી વચ્ચે સ્થિર રહેતું હતું. આજે ફરી પારો 1 ડિગ્રી ઘટીને 16°C નોંધાયો. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધતાં ઠંડીની અસર વધારે અનુભવાઈ રહી છે. આજે જામનગરમાં મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 65 ટકા નોંધાયું હતું. પવનની ગતિ લગભગ 6 કિમી પ્રતિ કલાક રહેવા હોવાથી ઠંડકમાં વધારો અનુભવાયો હતો. હિમાલય પરથી આવતા ઠંડા પવનોનો પ્રભાવતાપમાનમાં ઘટાડો થવાનુ મુખ્ય કારણ હિમાલય વિસ્તારમાં વધતી ઠંડી અને ત્યાંથી નીકળતા ઉત્તર–પૂર્વીય પવનો છે. આ પવનો ગુજરાત તરફ આવતા હોવાથી રાત્રિ અને સવારના સમયગાળામાં ઠંડીની અસર વધુ હોય છે. શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારો તથા નગરસીમા પાસે આવેલા વિસ્તારોમાં ઠંડી વધુ અનુભવાય છે. ખાસ કરીને હાઇવે નજીક અથવા ખુલ્લા મેદાનોમાં સવારના સમયે શિયાળાની અસર વધુ જોવા મળે છે. લોકોમાં ગરમ વસ્ત્રોનો ઉપયોગ વધ્યોસવારે અને સાંજે બહાર નીકળતા લોકોમાં ગરમ કપડાંનો ઉપયોગ વધી ગયો છે. બજારમાં સ્વેટર, જેકેટ, ટોપી અને મુફ્લર જેવી વસ્તુઓની માંગમાં વધારો થયો છે. ખાસ કરીને શાળાના બાળકો અને વડીલો ઠંડીથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, જેના કારણે લોકોને ગરમ પાણીનો અને સ્વાસ્થ્યની કાળજી લેવાનો સલાહ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શું રહેશે હવામાન?હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આગામી 3–4 દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રકોપ યથાવત રહેશે. સવારે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 13 થી 16 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની આગાહી છે. Previous Post Next Post