સૌરાષ્ટ્ર-કચ્છમાં શિત લહેર યથાવત, નલિયા 9 ડિગ્રી સાથે ગિરનાર 7, રાજકોટ 10 ઠંડીમાં કંપાયા લોકો સર્વત્ર તીવ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિત લહેર યથાવત, નલિયા 9 ડિગ્રી સાથે ગિરનાર 7, રાજકોટ 10 ઠંડીમાં કંપાયા લોકો સર્વત્ર તીવ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ શિત લહેરોનું આક્રમણ યથાવત રહ્યું હતું. બર્ફીલા પવનો અને તીવ્ર ઠંડીએ જનજીવનને અસર કરી હતી. વહેલી સવારથી જ લોકો ટાઢોડાથી બચવા ગરમ વસ્ત્રો, સ્વેટર, શોલ અને તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. ઠંડીના કારણે રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર પણ ઓછી જોવા મળી હતી.

આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં બર્ફીલા પવનો સાથે લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી સુધી ઘટતા નગરજનો ઠંડીથી ધ્રુજ્યા હતા. ભુજમાં 10.2 ડિગ્રી, જામનગરમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી અને ડિસામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જુનાગઢ શહેરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું, જ્યારે ગિરનાર પર્વત ઉપર પારો ઘટીને 7 ડિગ્રી સુધી પહોંચતા પ્રવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા.

જુનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નોંધાયેલા આંકડાઓ મુજબ મહત્તમ તાપમાન 13.2 ડિગ્રી અને લઘુતમ 12.6 ડિગ્રી રહ્યું હતું. ગિરનાર પર્વત ઉપર પ્રતિ કલાક આશરે 20 કિમીની ઝડપે બર્ફીલો પવન ફૂંકાતો હોવાથી ઠંડીની તીવ્રતા વધુ અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 71 ટકા નોંધાયું હતું.

જામનગરમાં સતત ચોથા દિવસે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી સુધી પહોંચી જતા શહેરીજનો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 5.6 કિમી રહેતા ઠંડીની અસર વધુ અનુભવી હતી. ઠંડીના કારણે રાત્રે 9 વાગ્યા બાદ લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના કારણે સવારે 7 વાગ્યા સુધી શહેરના મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં સીધો 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું.

ભાવનગરમાં પણ ઠંડીની તીવ્રતા વધી છે. ગોહિલવાડ પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રી નોંધાયું હતું. પવનની ઝડપ 10 કિમી પ્રતિ કલાક સુધી વધતા ઠંડી વધુ અનુભવી હતી. સવારે ભેજનું પ્રમાણ 81 ટકા નોંધાયું હતું. રાત્રિના સમયે ઠંડીને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી અને લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો.

આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ રહ્યો હતો. આજે સવારે અમદાવાદમાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4, વડોદરામાં 15, દમણમાં 15.6, દિવમાં 13.5, દ્વારકામાં 14.6, કંડલામાં 13, પોરબંદરમાં 13 અને વેરાવળમાં 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ શિત લહેરો અને બર્ફીલા પવનો યથાવત રહેવાની શક્યતા છે, જેને કારણે લોકોમાં ઠંડીથી સાવચેત રહેવાની જરૂર છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ