બજારમાં તેલની માંગ અને આવકની સ્થિતિને કારણે ગ્રાહકોને મોંઘવારીમાંથી આંશિક રાહત Aug 27, 2026 રાજકોટ,બે દિવસમાં સીંગતેલમાં ૩૫ રૂપિયા અને કપાસિયા તેલમાં ૪૫ રૂપિયાનો ઘટાડો રાજ્યના તેલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલોના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય ગૃહિણીઓ અને ગ્રાહકોને મોંઘવારી સામે મોટી રાહત મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખાદ્યતેલોના બજાર ભાવમાં વધુ ૧૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.સ્થાનિક બજારના વેપારીૂસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં સીંગતેલના ભાવમાં કુલ ૩૫ રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં ૪૫ રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. સતત ઘટી રહેલા ભાવના કારણે તેલ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેના સીધા ફાયદા ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે.તેલ બજારના નિષ્ણાતોના મતે, બજારમાં કાચા માલની ઉપલબ્ધતા અને વેપારીઓ વચ્ચેની માંગ-આવકના સમીકરણો બદલાતા ભાવમાં આ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ તેલના ભાવોમાં આ જ પ્રકારની સ્થિરતા કે નરમાઈ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ખરીદી કરતા ગ્રાહકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. Previous Post Next Post