'ટાઇટન ૫૪'માં બાકી કામ ત્રણ માસમાં પૂરું કરી મકાનનો કબજો સોંપવા ડેવલપરને આદેશ

'ટાઇટન ૫૪'માં બાકી કામ ત્રણ માસમાં પૂરું કરી મકાનનો કબજો સોંપવા ડેવલપરને આદેશ

રાજકોટ,

એલોટીઓની સતત રાવ બાદ રેરાની સખ્તાઈ

રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ગુજરાત દ્વારા ગ્રાહકોના હિતમાં એક મોટો અને કડક આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટના ચર્ચાસ્પદ બનેલા “TITAN 54” (રેસિડેન્શિયલ પ્રોજેક્ટના એલોટી (ઘર ખરીદનાર) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના અંતીમ નિવેદનમાં, રેરા ઓથોરિટીએ ડેવલપરને આગામી ત્રણ મહિનાની અંદર પ્રોજેક્ટનું તમામ બાકી રહેતું કામ પૂર્ણ કરીને ગ્રાહકોને પ્રોપર્ટીનો પ્રત્યક્ષ કબજો સોંપવા માટે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.

​પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવાના કારણે અને પઝેશન મેળવવામાં ભારે વિલંબ થતાં આ પ્રોજેક્ટના એલોટીઓએ રેરા ગુજરાત સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ અરજીને ગંભીરતાથી ધ્યાને લઈને રેરાએ ડેવલપર પક્ષને જવાબ રજૂ કરવા અને બાકી રહેલા તમામ ડેવલપમેન્ટના કાર્યો ઝડપથી આટોપી લેવા તાકીદ કરી છે.

​ઓથોરિટીના આ આદેશ અનુસાર, હવે ડેવલપરે કોઈપણ વિલંબ વગર આગામી ૩ મહિનાના નિશ્ચિત સમયગાળામાં પ્રોજેક્ટના બાકી રહેલા તમામ અવરોધો અને કામો પૂરા કરવા પડશે, જેથી લાંબા સમયથી પોતાના ઘરની રાહ જોઈ રહેલા મકાનમાલિકો કે ગ્રાહકોને સમયસર કાયદેસરનો કબજો મળી શકે.

You may also like

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો