કાલે બહેનો માટે રાજકોટ સિટી બસ અને BRTSમાં આખો દિવસ નિઃશુલ્ક મુસાફરી

કાલે બહેનો માટે રાજકોટ સિટી બસ અને BRTSમાં આખો દિવસ નિઃશુલ્ક મુસાફરી

રાજકોટ ,

દિવસભરમાં ગમે તેટલીવાર અવરજવર કરો, ભાડામાંથી સંપૂર્ણ મુક્તિ

મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે એક ખૂબ જ સરાહનીય અને લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે શહેરની બહેનો પોતાના ભાઈને ઘેર સરળતાથી અને કોઈપણ આર્થિક ભાર વગર પહોંચી શકે તે માટે પાલિકા સંચાલિત સિટી બસ અને BRTS સેવામાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે મફત જાહેર કરવામાં આવી છે.

આ વિશેષ સુવિધા અંતર્ગત રક્ષાબંધનના દિવસે બહેનોએ સિટી બસ કે BRTSમાં મુસાફરી કરતી વખતે કોઈપણ પ્રકારનું ભાડું ચૂકવવું પડશે નહીં. તહેવારના આ પવિત્ર દિવસે મહિલાઓ દિવસ દરમિયાન ગમે તેટલીવાર અને ગમે તે રૂટ પર અવરજવર કરશે તો પણ તેમને ટિકિટ કે ભાડામાંથી સંપૂર્ણ મુક્તિ રહેશે.

સામાન્ય રીતે તહેવારની મોસમમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે અને મુસાફરીનો ખર્ચ પણ વધતો હોય છે, ત્યારે મનપા દ્વારા લેવાયેલા આ લોકકલ્યાણકારી પગલાથી બહેનોને મોટી આર્થિક રાહત મળશે તેમજ તેઓ કોઈપણ ચિંતા વગર પોતાના પરિવારજનો સાથે ખુશીથી તહેવાર ઉજવી શકશે.

You may also like

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો