ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

રાંચી/નવી દિલ્હી,

નિતિન નબીને રાહુલ ગાંધીની મૌન સંમતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ઝારખંડ સરકારના મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા ઈરફાન અંસારીએ એવો સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે દેશમાં આશરે ૪૦ લાખ યુવાનો રાહુલ ગાંધીના માત્ર એક ઈશારાની રાહ જોઈ રહ્યા છે અને જો સ્થિતિ નહિ સુધરે તો ભારતની હાલત પણ નેપાળ કે બાંગ્લાદેશ જેવી અરાજકતાપૂર્ણ બની શકે છે. 

આ નિવેદન સામે આવતા જ ભાજપના રાષ્ટ્રીય નેતા નિતિન નબીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લેતા સવાલ કર્યો છે કે ઈરફાન અંસારીના આવા ગંભીર અને દેશમાં અસ્થિરતા ફેલાવતા નિવેદન પર તેમની આટલી લાંબી ચુપકીદી શું તેમની 'મૌન સંમતિ' દર્શાવે છે? તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ પક્ષ વિદેશી કે દેશી તાકતોના ઈશારે દેશમાં અરાજકતા અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ નવું ભારત છે જે આવી કોઈ પણ અરાજકતા સામે ઝુકશે નહીં.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો