જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની Nov 07, 2026 મુંબઈ,ભારતી એરટેલનું માર્કેટ કેપ ₹૧૩.૦૮ લાખ કરોડ પહોંચ્યું; જિયો ગબડીને ત્રીજા સ્થાને ધકેલાઈશુક્રવારે ભારતી એરટેલના શેરમાં નોંધપાત્ર સુધારા સાથે ૧.૬૬ ટકાનો ઉછાળો આવતાં કંપનીના શેરનો ભાવ BSE પર વધીને રૂ. ૨,૧૨૦ ની સપાટીએ પહોંચી ગયો હતો. આ તેજીના જોરે ભારતી એરટેલનું માર્કેટ કેપ વધીને રૂ. ૧૩.૦૮ લાખ કરોડ થઈ ગયું છે. આ સાથે જ એરટેલે જિયો પ્લેટફોર્મ્સને પછાડીને ભારતમાં બીજા નંબરની સૌથી મૂલ્યવાન કંપનીનું સ્થાન ફરી એકવાર પોતાના નામે કરી લીધું છે.બીજી તરફ, તાજેતરમાં લિસ્ટેડ થયેલી જિયો પ્લેટફોર્મ્સના શેરમાં ૦.૯૦ ટકાનો ઘટાડો નોંધાતાં કંપનીનો શેર રૂ. ૧,૪૦૫.૭૫ ના મથાળે બંધ રહ્યો હતો, જેના કારણે તેનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૧૨.૯૪ લાખ કરોડ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૮ ઓક્ટોબરે દમાકેદાર એન્ટ્રી બાદ જિયો બીજા ક્રમે પહોંચી હતી, પરંતુ એરટેલે ટૂંકા ગાળામાં જ આ પાછળ છોડી દીધી છે. હાલમાં દેશમાં રૂ. ૧૭.૮૩ લાખ કરોડના માર્કેટ કેપ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને, ભારતી એરટેલ બીજા, જિયો પ્લેટફોર્મ્સ ત્રીજા, જ્યારે HDFC બેંક (રૂ. ૧૨.૧૪ લાખ કરોડ) ચોથા અને ICICI બેંક (રૂ. ૧૧.૨૬ લાખ કરોડ) પાંચમા ક્રમે છે. Previous Post Next Post