ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

નવી દિલ્હી,

ટુ-વ્હીલર અને પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૪૫%નો ગ્રોથ

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ભારતમાં કુલ ૩,૫૪,૬૨૫ ઇલેક્ટ્રિક વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. ગત વર્ષના ઓક્ટોબર માસમાં નોંધાયેલા ૨,૪૪,૭૬૪ વાહનોની તુલનાએ આ વર્ષે વેચાણમાં આશરે ૪૪.૮૮%નો મજબૂત વાર્ષિક વધારો નોંધાયો છે.

આ ઓક્ટોબર માસમાં ટુ-વ્હીલર વિભાગમાં ૪૮.૪૯% નો વધારો થઈ ૨,૨૪,૦૬૪ યુનિટ્સ અને પેસેન્જર વાહનો (ઈ-કાર) ક્ષેત્રે ૭૬.૪૭% નો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. આ સાથે ઈ-કોમર્શિયલ વાહનો અને થ્રી-વ્હીલર્સ ક્ષેત્રે પણ વેચાણમાં સર્વકાલીન ઉંચાઈ જોવા મળી છે. ઈંધણના ભાવમાં સતત થતો ફેરફાર, બેટરી રેન્જમાં સુધારો અને વધતી આંતરમાળખાકીય સુવિધાઓને કારણે દેશમાં EV માર્કેટ શેર વધીને ૧૧.૫ ટકા સુધી પહોંચી ગયો છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો