સુરતથી તમિલનાડુ સુધી ઓન લાઈન નશાનું નેટવર્ક  ચલાવતો એક શખ્સ જબ્બે

સુરતથી તમિલનાડુ સુધી ઓન લાઈન નશાનું નેટવર્ક ચલાવતો એક શખ્સ જબ્બે

સુરત,

બદ"સુરત" મેડિકલ નશાનું હબ:  નશાકારક દવાના 200થી વધુ પેકેટ ઝડપાયા

શહેરમાં ઓનલાઈન માધ્યમથી નિયંત્રિત અને નશાકારક દવાઓનું કથિત ગેરકાયદે વેચાણ કરતા નેટવર્કનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સરથાણા જકાતનાકા નજીક આવેલા ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110માં દરોડો પાડી નિકુંજ ગજેરા નામના ઇસમને ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન 200થી વધુ પેકેટમાં રાખેલી વિવિધ દવાઓ ઉપરાંત ઓનલાઈન વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ત્રણ લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H1 કેટેગરીમાં આવતી દવાઓનું વેચાણ કરતો હોવાનો આક્ષેપ છે. અલગ-અલગ ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રાહકો સુધી દવાઓ પહોંચાડવામાં આવતી હોવાની માહિતી પણ પોલીસને મળી છે. દરોડા દરમિયાન સિલ્ડેનાફિલ, ટાપેન્ટાડોલ સહિતની વિવિધ દવાઓ મળી આવી હતી. દવાઓનો જથ્થો, તેના વેચાણની રીત અને ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


ચોંકાવનારી માહિતી મુજબ, આ નેટવર્કના તાર તમિલનાડુ સુધી જોડાયેલા હોવાની આશંકા છે. આરોપીએ તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ સપ્લાય કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે આ પ્રકારની દવાઓનો કેટલાક યુવાનો દ્વારા નશા માટે દુરુપયોગ થતો હોવાની આશંકા છે. 


દરોડા દરમિયાન કબજે કરાયેલા ત્રણ લેપટોપને પોલીસ તપાસમાં મહત્વના પુરાવા માનવામાં આવી રહ્યા છે. આરોપી કયા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો, કોની પાસેથી દવાઓ મેળવતો હતો અને કોને તેનો જથ્થો મોકલતો હતો તે અંગે ડિજિટલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીના સંપર્કમાં રહેલા લોકો, દવાઓની ખરીદી-વેચાણના વ્યવહારો અને સંભવિત ગ્રાહકો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ તપાસના આધારે સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે બહાર આવી શકે છે.

સરથાણા પોલીસે ડ્રગ્સ વિભાગને પણ જાણ કરી છે. જપ્ત કરાયેલી દવાઓના સેમ્પલ લેબોરેટરી અને FSL તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દવાઓમાં કયા સક્રિય ઘટકો છે અને તે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આવે છે તે લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ થશે. જો તપાસમાં પ્રતિબંધિત નશીલા ઘટકો અંગે પુરાવા મળે તો આરોપીઓ સામે લાગુ પડતી વધુ કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ સરથાણા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી એક આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસ દવાઓનો મૂળ સપ્લાયર કોણ છે, ઓનલાઈન માધ્યમથી કોને જથ્થો પહોંચાડવામાં આવતો હતો અને અન્ય કોઈ વ્યક્તિ કે ટોળકી આ નેટવર્કમાં સંકળાયેલી છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન