2026માં AIને લઈને ખતરનાક ભવિષ્યવાણી: પ્રાઇવસીથી લઈને વિશ્વના દરેક દેશ પર ઊભા થઈ શકે છે અનેક સંકટ Dec 22, 2025 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વિકાસ દિવસે-દિવસે ઝડપ પકડી રહ્યો છે. ChatGPT, Google Gemini અને અન્ય એડવાન્સ AI મોડલ્સના કારણે ટેક્નોલોજીનો ઉપયોગ હવે સામાન્ય જીવનનો ભાગ બની ગયો છે. જોકે 2026ને લઈને AI વિષયક કેટલીક ખતરનાક ભવિષ્યવાણીઓ સામે આવી છે, જેમાં પ્રાઇવસી, નોકરી, રોકાણ અને વૈશ્વિક સુરક્ષાને લઈને મોટા સંકટોની શક્યતા દર્શાવવામાં આવી છે.એક રિપોર્ટ અનુસાર 2026માં AI સાથે જોડાયેલી ઓછામાં ઓછી 6 મોટી સમસ્યાઓ દુનિયાભરના દેશો માટે ચિંતાનો વિષય બની શકે છે. ડેટા સેન્ટરને લઈને વધી શકે છે વિવાદAIના ઝડપી વિકાસ માટે વિશાળ ડેટા સેન્ટરની જરૂર પડે છે. જોકે અમેરિકા સહિત અનેક દેશોમાં ડેટા સેન્ટર બનાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી આ પ્રોજેક્ટ્સ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.રિપોર્ટ મુજબ ચીન અને રશિયા જેવા દેશો ખોટી માહિતી અને AI જનરેટેડ વીડિયો-ફોટાનો ઉપયોગ કરીને આવા વિરોધને ઉશ્કેરી શકે છે. જો આવું ચાલુ રહ્યું તો AIના વિકાસ પર બ્રેક લાગી શકે છે. રોબોટ્સ ઘર સુધી પહોંચશે, પરંતુ સમસ્યાઓ યથાવત2026માં ટેક્નોલોજી કોન્ફરન્સોમાં હ્યુમનોઇડ રોબોટ્સ કેન્દ્રમાં રહેશે. Google જેવી કંપનીઓએ એવા રોબોટ વિકસાવ્યા છે જે કપડાં વાળવા, કચરો અલગ કરવા અને ઘરેલુ કામ કરી શકે છે.ChatGPT જેવા AI મોડલ્સ જોડાતા રોબોટ્સ ઓછા ટ્રેનિંગમાં વધુ કામ કરી શકશે, પરંતુ કાચની વસ્તુ સંભાળવી, સુરક્ષા અને વિશ્વસનીયતા જેવી સમસ્યાઓ હજુ મોટી અડચણ છે. તેથી રોબોટ્સનું વ્યાપારી વેચાણ હજી મુશ્કેલ છે. AIમાં ઇન્વેસ્ટમેન્ટ જોખમી બની શકેAI ક્ષેત્રમાં ભારે રોકાણ થઈ રહ્યું છે, પરંતુ 2026માં આ બબલ ફૂટવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. OpenAI જેવી કંપનીઓએ મોટા પ્રમાણમાં સ્ટાફ ભરતી કરી છે, પરંતુ જો નફો ન થયો તો છટણી અનિવાર્ય બની શકે છે.જો મોટી AI કંપનીઓ IPO લાવવામાં નિષ્ફળ જાય અથવા ટાઈમિંગ ખોટું રહે, તો રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે. આથી AI સ્ટોક્સમાં રોકાણ જોખમી માનવામાં આવી રહ્યું છે. કર્મચારીઓની નોકરી પર AIનું મોટું સંકટAI એજન્ટ્સ હવે ગ્રાહક સેવા, ડેટા એનાલિસિસ અને સોફ્ટવેર ઓપરેશન જેવા કામ સ્વયં કરી શકે છે. 2026માં કંપનીઓ ઓછા કર્મચારીઓ સાથે વધુ કામ કરાવશે અને બાકીના કર્મચારીઓને AI દ્વારા જ ટ્રેનિંગ આપવામાં આવશે.એક્સપર્ટ્સ મુજબ આ સ્થિતિમાં લાખો નોકરીઓ જોખમમાં પડી શકે છે. પ્રાઇવસી પર મોટું જોખમફોન કોલ સાંભળીને ઓટોમેટિક નોટ્સ બનાવતી AI એપ્સ ઝડપથી લોકપ્રિય બની રહી છે. જોકે આવા સોફ્ટવેરને ફોન કોલ્સ સાંભળવાની અથવા રેકોર્ડિંગ એનાલાઇઝ કરવાની પરવાનગી આપવી પડે છે.2026માં આ પ્રાઇવસી માટે મોટું જોખમ બની શકે છે અને કાનૂની વિવાદો પણ ઊભા થઈ શકે છે. કંપનીઓને ડેટા સુરક્ષા માટે વધુ સાવધાની રાખવી પડશે. AI વાહનોમાં દુર્ઘટનાનો ભયઅમેરિકા જેવા દેશોમાં રોબોટ ટેક્સી સેવા ઝડપથી વધી રહી છે. અનુમાન છે કે 2026માં અમેરિકાના 25 શહેરોમાં દર અઠવાડિયે 25 લાખથી વધુ રોબોટ ટેક્સી ટ્રિપ્સ થશે.ભલે હાલના આંકડા મુજબ દુર્ઘટનાઓ ઓછી છે, પરંતુ એક્સપર્ટ્સ માને છે કે ટેક્નિકલ ખામીઓના કારણે ભવિષ્યમાં અકસ્માતનો ખતરો વધી શકે છે.AI માનવજીવનને સરળ બનાવી રહ્યું છે, પરંતુ 2026માં તેની સાથે જોડાયેલા જોખમો પણ એટલાં જ ગંભીર બનશે. પ્રાઇવસી, રોજગાર, સુરક્ષા અને વૈશ્વિક રાજનીતિ પર AIની અસરને લઈને સરકારો અને કંપનીઓએ સમયસર નીતિ અને નિયંત્રણ લાવવાની જરૂર છે. Previous Post Next Post