પીએમ મોદીના જન્મદિવસે, 17મીએ પ્રગટશે "એક દિયા આશીર્વાદ કા"

પીએમ મોદીના જન્મદિવસે, 17મીએ પ્રગટશે "એક દિયા આશીર્વાદ કા"

 નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર ની યોજનાઓના કરોડો લાભાર્થીઓ એક-એક દીવો પ્રગટાવશે

વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ભાજપે એક મહિના સુધી ચાલનાર `સેવા સંકલ્પ અભિયાન' માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અભિયાન અંતર્ગત `એક દીયા આશીર્વાદ કા' કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવશે.

વડાપ્રધાનને જનસેવા માટે આશીર્વાદ માટે 17 સપ્ટેમ્બરે દેશભરમાં લાભાર્થી એક દીવો પ્રગટાવશે. સેવા સંકલ્પ અભિયાનમાં ભાજપ વડાપ્રધાનના જનસેવાના 25 વર્ષને લઈને પણ વિશેષ કાર્યક્રમ આયોજીત કરશે. મોદીના જન્મ દિવસે ભાજપ દર વર્ષે સેવા સપ્તાહ કે સેવા પખવાડિયું ઉજવે છે. આ વખતે પણ 17 સપ્ટેમ્બરથી 17 ઓકટોબર સુધી એક મહિનાના સેવા સંકલ્પ મહિનો ઉજવવામાં આવી રહ્યો છે.

આ સેવા અભિયાનમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પરંતુ 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થી દીવો પ્રગટાવીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવશે.
આ અભિયાનને `એક દીયા આશીર્વાદ કા' નામ આપવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારની લગભગ 125 અલગ-અલગ યોજનાઓ ચાલે છે, બધી યોજનાઓના કરોડો લાભાર્થી દીવો પ્રગટાવી વડાપ્રધાનને જનસેવા માટે આશિર્વાદ આપશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના દેશમાં લગભગ 81.35 કરોડ લાભાર્થી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવાયા છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રણ મોટા નેતાઓની કેન્દ્રીય ટીમની રચના કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ડી.પુરંદેશ્વરી અને વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીને સામેલ કરાયા છે. રાજયોમાં પણ ગ્રામ્ય સ્તર સુધી ટીમ બનાવાઈ છે. આ અભિયાનથી ભાજપ કાર્યકર્તા વધુને વધુ ઘર સુધી પહોંચવાના પ્રવાસમાં લાગી ગયા છે.