ભારતમાં મહિલા ખેડુતોનો વધતો પ્રવાહ: ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓની આગવી સિદ્ધિઓ Dec 03, 2025 ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખેતીને પરંપરાગત રીતે પુરુષો સાથે જોડવામાં આવી છે. કપાસથી લઈને ઘઉં, ડુંગળી, મગફળી, શેરડી અને અન્ય મુખ્ય પાકોની વાવણી-કાપણી કરતા ખેડૂતનો ચહેરો આપણો સામનો કરે ત્યારે સામાન્ય રીતે પુરુષજ દેખાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરંપરાગત માન્યતા ઝડપથી બદલાઈ રહી છે. આજે દેશમાં મહિલાઓ માત્ર ઘરે રસોઈ બનાવવાનું કામ જ કરતી નથી, પરંતુ જે અનાજથી રસોઈ બને છે, તે અનાજ ઊગાડવામાં પણ તેમની ભૂમિકા અગ્રેસર બની રહી છે.તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ દેશમાં કુલ 4.86 કરોડથી વધુ મહિલા ખેડૂત વિવિધ ખેતી અને કૃષિ–આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય છે. માત્ર ગુજરાતમાં જ 20.48 લાખ મહિલા ખેડૂત તરીકે નોંધાયેલ છે, જે રાજ્યની કૃષિ શક્તિ અને મહિલાઓની ક્ષમતાનો પુરાવો આપે છે.ખેતીમાં મહિલાઓનો અડધાથી વધારે હિસ્સોભારત સરકારે રજૂ કરેલા ઈ-શ્રમ પોર્ટલના તાજેતરના ડેટા મુજબ ખેતી અને તેની આનુષંગિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 16.25 કરોડ કામદારો પૈકી 8.04 કરોડ એટલે કે લગભગ 50% મહિલાઓ છે. એટલે સ્પષ્ટ છે કે ખેતીની ધરતી પર મહિલાઓનો પરસેવો પણ એટલો જ વહે છે જેટલો પુરુષોનો.પેરીયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) 2023–24 મુજબ:ગ્રામ્ય વિસ્તારમાં 76.9% મહિલાઓ ખેતીમાં જોડાયેલી છેશહેરી વિસ્તારોમાં આ આંકડો 12.3% છેદેશનું સરેરાશ 64.4% મહિલાઓ ખેતીમાં શ્રમ આપે છેઆ આંકડાઓ દર્શાવે છે કે મહિલાઓ વિના ભારતીય કૃષિ વ્યવસ્થા અપૂર્ણ છે.ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં વધુ મહિલા ખેડૂતમહિલા કિસાન સશક્તિકરણ પરિયોજનામાં (MKSP) ગુજરાતની 20.48 લાખ મહિલાઓ સક્રિય છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તેનો આંકડો વધુ છે:આંધ્રપ્રદેશ: 50.34 લાખબિહાર: 48.26 લાખમહારાષ્ટ્ર: 45.41 લાખતેલંગાણા: 30.86 લાખઉત્તરપ્રદેશ: 36.04 લાખઆ આંકડાઓ દર્શાવે છે કે મહિલાઓ હવે માત્ર સહાયક ભૂમિકામાં નથી, પરંતુ પરિવારમાં મુખ્ય કૃષિકાર્ય સંભાળનાર તરીકે ઉભરી રહી છે.ખેતી ઉપરાંત અન્ય કૃષિ–આધારિત ક્ષેત્રોમાં મોખરે મહિલાઓખેતરમાં વાવણી–કાપણી સિવાય, કૃષિ–આધારિત ઘણી પ્રવૃત્તિઓ આજે મોટા પ્રમાણમાં મહિલાઓ ચલાવે છે:1. શાકભાજી વેચાણમાં વધારોરાજકોટ, જામનગર, ભાવનગર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં શાકભાજી વેચતા ફરતા ફેરિયાઓમાં મહિલાઓનો પ્રમાણ વધ્યો છે. સવારે–સાંજે બજારોમાં તેમની હાજરી સ્પષ્ટ દેખાય છે.2. પશુપાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઘણી જગ્યાએ પશુપાલનનો સંપૂર્ણ જવાબદારીઃ દૂધનું દોહણ, ખવડાવવું, વેચાણ અને એકાઉન્ટિંગ — બધું મહિલાઓ સંભાળે છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓનો હિસ્સો દેશભરમાં 60%થી વધુ છે.3. ફૂડ પ્રોસેસિંગમાં સક્રિય ભાગપાપડ, અથાણાં, ચટણીઓ, મસાલા, ઘરગથ્થું નાસ્તા અને અન્ય નાના–મોટા ખાદ્ય ઉદ્યોગોમાં મહિલાઓની હાજરી નજરે પડે છે. ગામડાં–શહેરોમાં ઘર–આધારિત ફૂડ–બિઝનેસ મહિલા ચાવી રહી છે.મહિલાઓની પ્રગતિ છતાં મળતા પડકારોમહિલાઓ કૃષિમાં મોટું યોગદાન આપે છે, તેમ છતાં તેમને હજુ પણ કેટલીક અડચણોનો સામનો કરવો પડે છે:જમીન પર માલિકીની અછતકૃષિ યંત્રોના ઉપયોગમાં તાલીમનો અભાવબજારમાં સીધી ઍક્સેસની સમસ્યાસસ્તી ક્રેડિટ અને લોન મેળવવામાં મુશ્કેલીસુરક્ષિત પરિવહનની સુવિધાનો અભાવ (ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં)રાજકોટ જેવા શહેરોમાં મહિલાઓ માટે વિશેષ ઉદ્યાનો, લાયબ્રેરી અને સ્વીમીંગ પુલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, જાહેર સેનીટેશન, સિટી બસ ફ્રી સેવાના મુદ્દે સુધારાની જરૂરિયાત સ્પષ્ટ છે.ભારત અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ ખેતીના મજબૂત સ્તંભ બની ગઈ છે. તેઓ માત્ર પરિવારની મદદરૂપ નથી, પણ ખેડૂત તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહી છે. તેમની મહેનત, દૃઢતા અને કુશળતાથી આજનું કૃષિ–પરિવેશ બદલાઈ રહ્યું છે.આગામી સમયમાં સરકારી યોજનાઓ, ટેકનિકલ તાલીમ, બજારમાં સીધી ઍક્સેસ અને લોન–સુવિધાઓમાં સુધારો થાય તો રાજયના નહીં, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન અનેકગણું વધી શકશે. Previous Post Next Post