હિમાચલ પ્રદેશમાં ભયાનક અકસ્માત, બસ ઊંડી ખાઈમાં ખાબકી; 9નાં મોત, રાહત-બચાવ કામગીરી ચાલુ

હિમાચલ પ્રદેશમાં ભયાનક અકસ્માત, બસ ઊંડી ખાઈમાં ખાબકી; 9નાં મોત, રાહત-બચાવ કામગીરી ચાલુ

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી ખાનગી બસ હરિપુરધાર નજીક અચાનક નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ખાઈમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા પ્રયાસો શરૂ કર્યા હતા.
 
સ્થાનિકો અને બચાવ દળોની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સિરમૌરના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ મુસાફરોને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને નજીકની આરોગ્ય કેન્દ્રોમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
 
મુખ્યમંત્રી સહિત નેતાઓએ શોક વ્યક્ત કર્યો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટનાને લઈ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા તેમજ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરી શોકસંતાપ પાઠવ્યો છે.

હાલ બચાવ કામગીરી ચાલુ છે અને પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
 
You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ