IND vs SA: ભારતીય ટીમ સામે દક્ષિણ આફ્રિકા ઘૂંટણીએ, પહેલી ઈનિંગ માત્ર 159 રનમાં સમેટાઈ Nov 14, 2025 કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બાઉલરોનું દબદબું જોવા મળ્યું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈડન ગાર્ડન્સ ખાતે SAનો આ અત્યાર સુધીનો સૌથી ઓછો પહેલી ઈનિંગનો સ્કોર છે.ભારત તરફથી જસપ્રીત બુમરાહે આગેવાની લીધી, તેમણે 14 ઓવરમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ મેળવી—કારકિર્દીનો 16મો 'ફાઈવ-ફોર' નોંધાવ્યો. સાથે જ તેઓ ઈશાંત શર્મા પછી ઈડન પર પ્રથમ દિવસે 5 વિકેટ લેનારા ભારતીય બોલર બન્યા. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ મેળવી હતી.દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી. માર્કરમ અને રિકલ્ટનની જોડી એ પહેલા વિકેટ માટે 57 રન ઉમેર્યા હતા. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોની આગવી લાઈનમાં વિકેટોનો વરસાદ જોતો મળ્યો. માર્કરમ 31, રિકલ્ટન 23, કેપ્ટન બાવુમા 3 અને ટોની ડી જોરજી 24 રન બનાવી પવેલિયન પરત ફર્યા.વિદેશી ટીમો માટે ઈડન ગાર્ડન્સમાં પહેલી ઈનિંગમાં આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશ (106 – 2019) અને બીજો વેસ્ટ ઈન્ડીઝ (153 – 2011)નો રહ્યો છે.ભારતીય બોલિંગ લાઈન-અપના શાનદાર પ્રદર્શનથી ટીમે સીરિઝની પ્રથમ જ મેચમાં દબદબો સ્થાપિત કર્યો છે. Previous Post Next Post