શિયાળાની શરૂઆતમાં શાકભાજીમાં 30% સુધીનો વધારો, ગ્રાહકો પર વધ્યો ખર્ચનો બોજ

શિયાળાની શરૂઆતમાં શાકભાજીમાં 30% સુધીનો વધારો, ગ્રાહકો પર વધ્યો ખર્ચનો બોજ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં શિયાળાની શરુઆત સાથે શાકભાજી સસ્તું થવાને બદલે વધુ મોંઘું બન્યું છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીની આવક વધે ત્યારે ભાવ ઘટવાની પ્રથા છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તેના વિરુદ્ધ જોવા મળી રહી છે. બજારમાં શાકના ભાવોમાં 20 થી 30 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ઘરખર્ચ પર સીધી અસર પડી રહી છે.

નવી મુંબઈની APMC માર્કેટના વેપારીઓ જણાવે છે કે આ વર્ષે અતિવૃષ્ટિ અને ચોમાસા બાદ પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ગંભીર રીતે અસર પામ્યું છે. નાસિક, નારાયણગાંવ અને મહારાષ્ટ્રના અન્ય ઉત્પાદક વિસ્તારોમાં પાક પાણીમાં ધોવાઈ જતાં આવક ઘટી ગઈ છે. આવક ઓછી અને માંગ વધારે હોવાથી ભાવોમાં સ્વાભાવિક રીતે વધારો નોંધાયો છે.

રિટેલ માર્કેટમાં હાલ શાકભાજીના ભાવ ગ્રાહકો માટે ચોંકાવનારા છે. દાદર અને ઉપનગરોના બજારોમાં ગુવાર 160 રૂપિયા કિલો, કારેલા અને વટાણા 120 થી 130 રૂપિયા કિલો, જ્યારે થોડા દિવસો પહેલા 20 રૂપિયા કિલોમાં મળતું ટમેટું હવે 80 રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફણસી, ભીંડા, રિંગણા અને સિમલા મરચાં પણ 80 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે.

વેપારીઓનું માનવું છે કે હાલની સ્થિતિ તાત્કાલિક છે. આવનારા દિવસોમાં પુરવઠો સુધરતા શાકભાજીના ભાવ ફરી ધીમે ધીમે નીચે આવી શકે છે. ગ્રાહકોને થોડો સમય ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે.

You may also like

લાંબા વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘરાજાનું પુન:રાગમન

લાંબા વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘરાજાનું પુન:રાગમન

પડવલાની જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં ભીષણ આગ

પડવલાની જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં ભીષણ આગ

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત