છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન

છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન

છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે એક દુઃખદ ઘટના બની હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને હાલના APMC ચેરમેન મુકેશ પટેલનું તિરંગા પદયાત્રા બાદ હાર્ટ એટેકથી નિધન થતાં જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે નગરમાં તિરંગા યાત્રાનું આયોજન થયું હતું, જેમાં મુકેશ પટેલ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ઝંડા ચોકથી ઘેલવાંટ સુધી યોજાયેલી 6 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થતાં જ મુકેશ પટેલની તબિયત અચાનક લથડી ગઈ હતી. તેમને તરત જ છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક તારણ મુજબ, હાઈ ડાયાબિટીસ અને યાત્રા દરમિયાન વધુ ચાલવાના ભારને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન છે.

મુકેશ પટેલ છોટાઉદેપુરના રાજકીય ક્ષેત્રમાં એક પ્રભાવશાળી અને લોકપ્રિય ચહેરા હતા. તેઓ APMCના ચેરમેન હોવા ઉપરાંત ભાજપમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા હતા અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના અચાનક નિધનથી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ભારે શોક છવાઈ ગયો છે.

મૃત્યુના સમાચાર મળતા જ જિલ્લા અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા. દરેકે તેમની સેવાભાવના અને સરળ સ્વભાવને યાદ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

You may also like

પડવલાની જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં ભીષણ આગ

પડવલાની જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં ભીષણ આગ

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો