નસીબમાં લખેલું કોઈ છીનવી નહીં શકે: ટી20 વર્લ્ડકપની ટીમમાંથી બહાર થવા મુદ્દે શુભમન ગિલે મૌન તોડ્યું Jan 10, 2026 ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપ 2026 માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને સ્થાન મળ્યું નથી. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં અપેક્ષિત પ્રદર્શન ન કરી શકવાને કારણે સિલેક્ટર્સે ગિલને સ્કવોડમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ગિલના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. હવે આ સમગ્ર મામલે શુભમન ગિલે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. સિલેક્ટર્સના નિર્ણયનો સન્માન કરું છું: ગિલન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ પહેલાં મીડિયા સાથે વાત કરતા શુભમન ગિલે કહ્યું કે,“હું સિલેક્ટર્સના નિર્ણયનો સંપૂર્ણ સન્માન કરું છું. ટી20 વર્લ્ડકપમાં રમવા જઈ રહેલી ભારતીય ટીમને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. મારા નસીબમાં જે લખેલું હશે તે કોઈ છીનવી નહીં શકે. દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે દેશ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે અને હું પણ એ જ દિશામાં સતત મહેનત કરતો રહીશ.” ગિલના આ શબ્દો તેમના સંયમ અને પરિપક્વતાને દર્શાવે છે, જે ક્રિકેટ ચાહકોમાં પ્રશંસા પામી રહ્યા છે. ટી20 ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ પાસેનોંધનીય છે કે ટી20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે અક્ષર પટેલ વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. ટીમમાં યુવા ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓનો સંતુલિત સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ પર સૌની નજરબીજી તરફ, આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે. આ સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર તમામની નજર રહેશે. બંને ખેલાડીઓએ તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરીને ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો છે. પ્લેઇંગ-11માં ફેરફારની શક્યતાવનડે સીરિઝમાં શુભમન ગિલની એન્ટ્રીને કારણે યશસ્વી જયસ્વાલના બેટિંગ ક્રમમાં ફેરફાર થઈ શકે છે. શ્રેયસ અય્યર ચોથા ક્રમ માટે તૈયાર છે, જ્યારે કે.એલ. રાહુલ વિકેટકીપિંગ કરે તો રિષભ પંતની પ્લેઇંગ-11માં એન્ટ્રી મુશ્કેલ બની શકે છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં રમશે નહીં, જેના કારણે બોલિંગની જવાબદારી સિરાજ, અર્શદીપ, હર્ષિત રાણા અને પ્રસિધ કૃષ્ણા પર રહેશે. સાથે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમને મજબૂત બનાવશે. Previous Post Next Post