રાજકોટમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત, હોસ્પિટલ ચોકથી 150 ફૂટ રિંગ રોડ સુધી બ્યુટીફીકેશનની તડામાર કામગીરી Jan 02, 2026 આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓ અને મહેમાનો સાથે વડાપ્રધાન મોદી રાજકોટ આવનાર હોવાથી સમગ્ર શહેરને નવાં રંગરૂપમાં સજાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.રાજકોટના હોસ્પિટલ ચોક બ્રિજ, રેસકોર્સ મેદાન, માધાપર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ સહિતના મહત્વના માર્ગો અને સ્થળોએ બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રોડ-રસ્તાઓ, બ્રિજો અને ડિવાઈડરો પર રંગોરંગાન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વડાપ્રધાનના સ્વાગત દર્શાવતા હાથ જોડીને અભિવાદન કરતાં કાર્ટૂન, વિવિધ થીમ આધારિત ચિત્રો અને આકર્ષક ડિઝાઈન પણ ઉભી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજકોટ જાણે ઉત્સવમય શણગારથી ઝગમગી ઉઠ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. મનપાના 200 અધિકારીઓને જવાબદારીઆ ભવ્ય આયોજનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે 200 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવાની શક્યતા છે. સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા, લાઈટિંગ, બ્યુટીફીકેશન અને સુરક્ષા સહિત તમામ વિભાગોને સંકલિત રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. મેયરનું નિવેદનરાજકોટના મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતનો મહત્વપૂર્ણ કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાનાર હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓ અને મહેમાનો શહેરમાં આવશે. તે માટે રાજકોટને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકાય એ હેતુથી તમામ તૈયારીઓ યુદ્ધસ્તરે ચાલી રહી છે.” મારવાડી કોલેજ ખાતે વિશાળ આયોજનમેયરે વધુમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટનું આયોજન મારવાડી કોલેજના સંકુલમાં થનાર છે. તાજેતરમાં સ્થળ મુલાકાત દરમિયાન ત્યાં વિશાળ ડોમ ઉભા કરવા સહિતની તૈયારીઓ ચાલી રહી હોવાનું જોવા મળ્યું છે. સંચાલકો અને વિદ્યાર્થીઓ પણ આ આયોજનમાં સક્રિય રીતે જોડાયા છે. મહેમાનો માટે ખાસ પ્રવાસન વ્યવસ્થાદેશ-વિદેશનાં મહેમાનો સૌરાષ્ટ્રના પ્રખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે ખાસ સ્કેન કરી શકાય તેવી બુકલેટ બહાર પાડવામાં આવી છે. આ બુકલેટ દ્વારા સોમનાથ, દ્વારકા, ગીર સહિતના પ્રવાસન સ્થળોની માહિતી સરળતાથી મળી શકશે. ઉપરાંત અટલ સરોવર ખાતે એક દિવસના ભોજનનું આયોજન કરાયું હોવાથી તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરને મળશે નવું રંગરૂપવાઈબ્રન્ટ ગુજરાત સમિટને પગલે રાજકોટ શહેરને નવા રંગરૂપમાં ઢાળવાની દિશામાં મનપા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ-રસ્તાઓ, બ્રિજો અને જાહેર સ્થળોએ બ્યુટીફીકેશન ઉપરાંત આગામી સમયમાં ખાસ રંગબેરંગી લાઈટિંગ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. શહેરમાં આવનાર મહેમાનોને રાજકોટ એક સ્મરણિય અને સુવ્યવસ્થિત શહેર તરીકે યાદ રહે એ હેતુથી તમામ વિભાગો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. Previous Post Next Post