શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી Sep 11, 2026 રાજકોટ ,વહીવટી સ્વતંત્રતા પર તરાપ સમાન વિધેયક સામે સૌરાષ્ટ્રભરમાં ભભૂક્યો રોષરાજ્યની ખાનગી શાળાઓની સ્વાયત્તતા અને વહીવટી માળખામાં સરકારની અતિશય દખલદારી વધારી રહી હોવાના આક્ષેપ સાથે શિક્ષણ જગતમાં ભારે ઉહાપોળ મચી ગયો છે. ખાનગી શાળાઓની કામગીરી પર કાપ મૂકતા અને તેમની સ્વાયત્તતા છીનવી લેતા પ્રસ્તાવિત વિધેયક સામે હવે સૌરાષ્ટ્રભરના ખાનગી શાળા સંચાલકો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. આ વિધેયકને લઈને શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.જો કાયદો પાછો નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી હડતાલ અને કાયદાકીય લડતની રણનીતિ ઘડાઈમળતી માહિતી મુજબ, તાજેતરમાં સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા આ નવા વિધેયકથી ખાનગી શાળાઓના સંચાલન, ફી માળખા તેમજ આંતરિક નિર્ણયોમાં સરકારી હસ્તક્ષેપ ખૂબ જ વધી જશે, જેના કારણે શાળાઓનું સંચાલન કરવું મુશ્કેલ બનશે. આ વિધેયક માત્ર શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર જ નહીં પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણના વિકાસ પર પણ વિપરીત અસરો કરશે તેમ સંચાલક મંડળોનું માનવું છે.સૌરાષ્ટ્રભરના વિવિધ જિલ્લાઓ અને શહેરોના ખાનગી શાળા સંચાલકોની મળેલી બેઠકોમાં એકસૂરે આ વિધેયકનો વિરોધ કરવામાં આવ્યો છે. સંચાલકોનું કહેવું છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય પુનર્વિચારણા કરવામાં નહીં આવે અને કાળા કાયદા સમાન આ વિધેયક પાછું ખેંચવામાં નહીં આવે, તો આગામી સમયમાં શાળાઓ બંધ રાખવા સહિતના ક્રાંતિકારી પગલાં લેવામાં આવશે. આ વિવાદ હવે વક્રી રહ્યો છે અને આગામી દિવસોમાં તે સરકાર અને શાળા સંચાલકો વચ્ચેના મોટા સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પૂરી સંભાવના છે. Previous Post Next Post