બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

રાજકોટ,

પ્લાસ્ટિકના વેપારમાં ભાગીદારીની લાલચ આપી: 'રોકાણ તમારું અને મહેનત મારી' કહીને જાળ બિછાવી
 
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વેપાર કરતા અને રણછોડ નગર શેરી નંબર 10 મા રહેતા 32 વર્ષીય વેપારી જીગર સુરેશભાઈ સોરઠીયા સાથે સુરતના એક ગઠિયા રાકેશ પુખરાજ માંડોત દ્વારા પ્લાસ્ટિકના વેપારમાં ભાગીદારી અપાવવાની લાલચ આપી રૂા. 1.63 કરોડની મસમોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીએ વેપારીને વિશ્વાસમાં લઈ આર્થિક ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે.

બનાવની વિગતો મુજબ, સુરતના રાકેશે રાજકોટ બેડી યાર્ડના વેપારી જીગરભાઈનો સંપર્ક કરી પ્લાસ્ટિકના વ્યવસાયમાં મોટી ભાગીદારીમાં જોડાવવાની ઓફર કરી હતી. જેમાં "રોકાણ તમારું અને મહેનત મારી" તે પ્રકારની લોભામણી વાતો કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. આ ભાગીદારીના નાટક હેઠળ આરોપીએ જુદા-જુદા બહાના હેઠળ વેપારી પાસેથી કટકે-કટકે કુલ રૂ. 2.29 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.

વેપારીએ જ્યારે પોતાના નાણાં અને વ્યવસાયના નફાની હિસાબી માંગણી કરી ત્યારે આરોપીએ માત્ર રૂ. 65.92 લાખ જેટલી રકમ જ પરત આપી હતી, જ્યારે બાકીના રૂા. 1.63 કરોડ પચાવી પાડી છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વેપારી દ્વારા સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વેપારી વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ