રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટ: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠાવાન સેવાયાત્રા Jan 03, 2026 સમાજના સર્વાંગી વિકાસમાં બાળકોનું શિક્ષણ, સંસ્કાર અને માનસિક વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિચારને આત્મસાત કરી વર્ષ 1996માં સ્થાપિત થયેલ રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી રહ્યો છે.ટ્રસ્ટના સ્થાપક શ્રી છબીલભાઈ નથવાણી દ્વારા આ સેવા કાર્યનો પાયો નાખવામાં આવ્યો હતો. ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે શ્રીમતી જશુમતીબેન વસાણીએ શરૂઆતથી જ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી આ કાર્યને મજબૂત આધાર આપ્યો છે. બાળસભા અને સંસ્કારનો પાયોવર્ષ 1996થી 2001 દરમિયાન દર માસે બાળસભાનું આયોજન કરવામાં આવતું, જેમાં બાળકો માટે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાતી. આ સમયમાં શ્રી જયંતીભાઈ કુંડલિયા દ્વારા બાલસભા માટે નિઃશુલ્ક વાડી ઉપલબ્ધ કરાવી મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો. જ્યોતિબેન પોપટ, બીપીનભાઈ પલાણ, એમ.એલ. નથવાણી, રમણભાઈ કોટક સહિત અનેક સેવાભાવી લોકો આ યાત્રામાં સતત જોડાયેલા રહ્યા. પ્રતિભા સન્માનથી શિક્ષણને પ્રોત્સાહનવર્ષ 2001થી શરૂ કરાયેલ પ્રતિભા સન્માન યોજના ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 9માં 80% અથવા તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો, કેરી બેગ અને નાસ્તા સાથે સન્માનિત કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે. નિઃશુલ્ક પ્રવૃત્તિઓ અને સહાયટ્રસ્ટ દ્વારા બાળ સ્પર્ધાઓ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, અંતાક્ષરી અને વેશભૂષા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, અને ખાસ વાત એ છે કે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. દાતાઓના સહકારથી અત્યાર સુધી 6000થી વધુ ચોપડાઓનું વિતરણ કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. સેવાભાવી ટીમવર્ષ 1999થી ટ્રસ્ટના પ્રમુખ તરીકે શ્રી રમણભાઈ કોટક નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમની સાથે જયંતભાઈ પાઉં, અમિતભાઈ કોટક, જીગ્નેશભાઈ માખેચા, કાશ્મીરાબેન નથવાણી, દીપકભાઈ નથવાણી, માનસીબેન શિંગાળા અને મનીષભાઈ પાઉં સતત સેવાયાત્રામાં જોડાયેલા છે.રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટનું કાર્ય માત્ર સંસ્થાગત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. બાળકોના શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતું આ નિઃસ્વાર્થ સેવાકાર્ય નિશ્ચિત રીતે પ્રશંસનીય અને અનુસરણયોગ્ય છે. Previous Post Next Post