રાજકોટ ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

રાજકોટ ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

રાજકોટ ખાતે આયોજિત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ 2025-26 નો ફાઇનલ મેચ બાદ ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની પ્રેરક ઉપસ્થિતિએ સમારોહને વિશેષ ગૌરવ આપ્યું હતું. આ પ્રસંગે વિજેતા ટીમો તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, મેડલ્સ અને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહ દરમિયાન ડી.જી.પી. શ્રી વિકાસ સહાયએ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ ગુજરાત પોલીસ, રાજ્યના રમત-ગમત વિભાગ અને રાજકોટની આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હોકી રમત ભારતની ગૌરવશાળી પરંપરાનો મહત્વનો ભાગ રહી છે અને પોલીસ વિભાગમાંથી ઓલિમ્પિક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેનાર અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રાજકોટ ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં તમામ ખેલાડીઓએ ઉત્તમ ખેલદિલીની ભાવનાથી રમતો રમી, જેના પરિણામે સમગ્ર ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તરીકે સૌહાર્દપૂર્ણ અને ખેલદિલીસભર વાતાવરણમાં સંપન્ન થઈ શકી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ખેલાડીઓએ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો પોરબંદર અને દ્વારકાની મુલાકાત લઈ રાજ્યના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો અનુભવ કર્યો તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્ય સરકાર તેમજ ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડનો વિશેષ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરુષ કેટેગરીમાં વિજેતા બનેલી પંજાબ ટીમ તથા મહિલા કેટેગરીમાં વિજેતા એસ.એસ.બી. (સશસ્ત્ર સીમા બલ) ટીમના ખેલાડીઓને ટ્રોફી અને મેડલ્સ પહેરાવી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ સ્ટ્રાઈકર અને બેસ્ટ ડિફેન્ડર સહિત વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ સન્માન આપવામાં આવ્યું હતું.

ભારતીય હોકી ટીમના અર્જુન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન ખેલાડીઓ પંજાબનાશ્રી ધર્મવીર સિંહજી, આકાશદીપ સિંહજી અને સમશેર સિંહનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં પુરુષ કેટેગરીમાં આઈ.ટી.બી.પી. અને મહિલા કેટેગરીમાં સી.આર.પી.એફ. ટીમ રનર્સ-અપ રહી હતી.

કાર્યક્રમના પ્રારંભે અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે તમામ મહાનુભાવો તથા ખેલાડીઓને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન શક્ય બન્યું. તેમણે જણાવ્યું કે 11 દિવસ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં દેશના 19 રાજ્યો અને પાંચ કેન્દ્રીય સુરક્ષા દળોના આશરે 600 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને કુલ 32 ટીમો વચ્ચે 54 મેચો રમાઈ હતી.

પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ રાજકોટ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે તમામ સહયોગી સંસ્થાઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો. સમાપન સમારોહમાં ડી.જી.પી. ક્રાઇમ ડો. કે. એલ. એન. રાવ, ગુજરાત સ્ટેટ આઇ.બી.ના વડા શ્રી રાજીવ આહિરે, રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, એડિશનલ ડી.જી.પી. શ્રી પી. કે. રોશન, ડી.જી.પી. (આર્મ્સ યુનિટ) શ્રી રાજુ ભાર્ગવ, જેલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી વર્નીશા જોશી, શ્રીમતી બબીતા ઝા, ડી.સી.પી. શ્રી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ