રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ Sep 14, 2026 રાજકોટ,નેતાઓએ ગરબે ઘૂમી બાપાને વધાવ્યારાજકોટ શહેર ભાજપ દ્વારા આ વર્ષે ૧૯મા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરતી 'વંદેમાતરમ' થીમ આધારિત આકર્ષક પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ મહોત્સવના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત ગરબે ઘૂમીને વિઘ્નહર્તા બાપાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.શહેર ભાજપ દ્વારા આયોજિત આ મહોત્સવ હવે રાજકોટવાસીઓ માટે આસ્થા અને ઉત્સાહનું મોટું કેન્દ્ર બની ગયો છે. છેલ્લા ૧૯ વર્ષથી આ પરંપરાગત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પંડાલની થીમ 'વંદેમાતરમ' રાખવામાં આવી છે, જે લોકોમાં દેશપ્રેમ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડે છે. કલાત્મક રીતે સજાવવામાં આવેલા આ પંડાલમાં બાપાની પ્રતિમા ખૂબ જ મનમોહક લાગી રહી છે, જેને જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે.મહોત્સવના ઉદ્ઘાટન અને સ્વાગત સમારોહમાં રાજકોટના ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપાના આગમન પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે નેતાઓ અને કાર્યકરો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને બાપાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય આયોજનથી સમગ્ર શહેરમાં ગણેશોત્સવનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. Next Post