વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026માં રાજકોટનો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ આત્મનિર્ભર ભારતનું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરતું ગૌરવ Jan 07, 2026 ગુજરાત રાજ્ય આજે દેશના સૌથી મજબૂત ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે અને તેમાં રાજકોટ શહેર એક અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરી આવ્યું છે. ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. આધારિત ઉદ્યોગોએ રાજકોટને વૈશ્વિક નકશા પર ઓળખ અપાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવી પહેલો અસરકારક રીતે અમલમાં મુકાઈ રહી છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં રાજકોટની આગવી ઓળખછેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ ફાઉન્ડ્રી અને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. આ ઉદ્યોગ ડિફેન્સ, ઓટોમોટિવ, રેલવે, તેલ–ગેસ, મરીન, ફાયર સેફટી અને જનરલ એન્જિનિયરિંગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ભારતમાં થતું આશરે 95 ટકા ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉત્પાદન રાજકોટમાં થાય છે, જે શહેરની ઔદ્યોગિક શક્તિ અને કુશળતાને દર્શાવે છે. સુપર એન્જીટેક: ટેક્નોલોજી અને ગુણવત્તાનું પ્રતીકરાજકોટના ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ક્ષેત્રમાં ‘સુપર એન્જીટેક’ ઉદ્યોગ પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ છે. કંપનીના ચેરમેન શ્રી વિમલભાઈ ટાઢાણી જણાવે છે કે 1982માં સ્થપાયેલી કંપનીએ વર્ષ 2014–15થી સંપૂર્ણ ઓટોમેશન આધારિત ટેક્નોલોજી અપનાવી છે. આધુનિક ફાઉન્ડ્રી અને મશીનિંગ સુવિધાઓ દ્વારા આજે કંપની વૈશ્વિક OEMની જરૂરિયાતો પૂરી કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી નીતિઓના કારણે ભારતીય ઉત્પાદનો પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજ્ય સરકારની ભૂમિકાગુજરાત સરકારની Ease of Doing Business નીતિ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ મેનપાવર અને ઉદ્યોગમૈત્રી વાતાવરણના કારણે રાજકોટનો એન્જિનિયરિંગ સેક્ટર આગામી સમયમાં બે થી ચાર ગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી પાયાની સુવિધાઓ ઉદ્યોગોના વિકાસમાં પ્રેરક બની રહી છે. ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીપર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને રાજકોટના ઉદ્યોગો હવે ગ્રીન એનર્જી તરફ પણ આગળ વધી રહ્યા છે. સુપર એન્જીટેક દ્વારા જામનગર અને રાજકોટ નજીક પવન ઊર્જા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે કરોડો યુનિટ વીજ ઉત્પાદન થાય છે. સાથે જ 8 મેગાવોટ ક્ષમતાના બે સોલાર પાવર પ્લાન્ટ અંતિમ તબક્કામાં છે. કંપનીની માસિક ઉત્પાદન ક્ષમતા આશરે 5,000 મેટ્રિક ટન છે, જે રાજ્ય સરકારની સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી નીતિને વધુ મજબૂત બનાવે છે. IICMA અને વૈશ્વિક નિકાસઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચરર એસોસિએશન (IICMA) ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ચંદ્રેશ સંખારવા જણાવે છે કે ઓટોમેશનના કારણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો એક્સપોર્ટ 20 ટકા પરથી વધીને 55થી 60 ટકા થયો છે. એસોસિએશન દ્વારા ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન દેશો, મધ્ય પૂર્વ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે અને આગામી સમયમાં તેમાં વધુ વૃદ્ધિની શક્યતા છે. ચીનથી આયાત: રાજકોટ માટે ગૌરવએક સમય હતો જ્યારે ચીન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો મોટો એક્સપોર્ટર હતો, પરંતુ આજે તે રાજકોટમાંથી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોડક્ટ આયાત કરે છે. આ બદલાવ ‘નવું ભારત’ અને આત્મનિર્ભરતાની દિશામાં દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિનો જીવંત પુરાવો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2026નું મહત્વઆ વર્ષે રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2026 ઉદ્યોગ, રોકાણ અને ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવાનું છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આ કોન્ફરન્સ રાજકોટના ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ સહિતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી તકો અને ઓળખ અપાવશે.રાજકોટનો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ આજે માત્ર સ્થાનિક કે રાષ્ટ્રીય સ્તરે નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત છાપ છોડી રહ્યો છે. ટેક્નોલોજી, ગુણવત્તા, સસ્ટેનેબિલિટી અને સરકારના સહયોગથી રાજકોટ ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવામાં અગ્રેસર બની રહ્યો છે. Previous Post Next Post