કર્મચારીને કામ માટે ઠપકો આપવો, તે આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી: સુપ્રીમ કોર્ટ Aug 20, 2026 નવી દિલ્હી ,મહિલા વન રેન્જ અધિકારીના આત્મહત્યા કેસમાં વડી અદાલતની સ્પષ્ટતાસુપ્રીમ કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરણી અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે સીનિયર અધિકારીના નિયમિત વહીવટી સૂચનો, કડક શિસ્ત, કર્મચારીના કામ પર પ્રતિકૂળ ટિપ્પણીઓ અથવા કઠોર વર્તનને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં.ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું હતું કે કોઈ અધિકારીને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો દોષિત ઠેરવવા માટે કર્મચારીનો સ્પષ્ટ અને ઇરાદાપૂર્વકનો ઇરાદો હતો તે દર્શાવવા માટે વધારાના પુરાવાની જરૂર પડે છે.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને એન. કોટેશ્વર સિંહની બેન્ચે ભારતીય દંડ સંહિતાની કલમ 306, 504 અને 506 હેઠળ સિનિયર વન અધિકારી વિનોદ શિવકુમાર સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે અને મહિલા વન રેન્જ અધિકારીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાંથી તેમને મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમિત વહીવટી દેખરેખ, સત્તાવાર ઠપકો અથવા ભૂતકાળની ફરિયાદોને તાત્કાલિક ઉશ્કેરણી અને સ્પષ્ટ ઇરાદે આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં.આ મામલો હરિસાલ રેન્જમાં તૈનાત કરાયેલી એક મહિલા વન રેન્જ અધિકારીના મૃત્યુ સાથે જોડાયેલો છે, જેણે 25 માર્ચ 2021 ના પોતાની સત્તાવાર પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. મૃતકે તેની માતા, પતિ અને અમરાવતીના વધારાના મુખ્ય વન સંરક્ષક એમ.આર. રેડ્ડી ને સંબોધીને ત્રણ સુસાઇડ નોટ છોડી હતી. સુસાઇડ નોટમાં તેણીએ તેના ઉપરી, નાયબ વન સંરક્ષક વિનોદ શિવકુમાર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. Previous Post Next Post