શિલ્પા લાઈફસ્ટાઈલના સ્થાપક પ્રભુદાસ પારેખની સફર: સોનાની દુનિયામાં સર્જાયેલ અદભૂત સફળતાની  કથા

શિલ્પા લાઈફસ્ટાઈલના સ્થાપક પ્રભુદાસ પારેખની સફર: સોનાની દુનિયામાં સર્જાયેલ અદભૂત સફળતાની કથા

         સોનાની દુનિયામાં શિલ્પા લાઈફસ્ટાઈલ અને શ્રી પ્રભુદાસ પારેખ એ ખૂબ જ આદરપાત્ર નામ છે. રાજકોટની સુવર્ણ માર્કેટ આખા દેશમાં અને વિદેશમાં પ્રખ્યાત છે. તેમનું ફક્ત નામ જ કાફી છે, તે શ્રી પ્રભુદાસભાઈ પારેખ શિલ્પા લાઇફસ્ટાઇલ સુવર્ણ શોરૂમના સર્જક છે. મૂળ રાજકોટમાં જન્મેલા શ્રી પ્રભુદાસભાઈ પારેખનો પરિવાર 1954 માં કલકત્તા ગયો હતો. તેમનો અભ્યાસ કલકત્તામાં સ્નાતક સુધી પૂર્ણ થયો હતો.

        તેના પિતા શ્રી શાંતિલાલભાઈ એ કલકત્તામાં સ્થાનિક અરાજકતા ભરી પરિસ્થિતિ જોતા શ્રી પ્રભુદાસભાઈને રાજકોટમાં ધંધો કરવા માટે પસંદ કર્યા. 1969 ની સાલમાં પોતાના વતન રાજકોટમાં પ્રભુદાસભાઈએ પિતાએ આપેલ મૂડી ફક્ત 10,000 રૂપિયા લઈને આવ્યા હતા. બોઘાણી શેરીમાં ગધીવાડમાં તેમણે ચાંદીના હોલસેલના શ્રી ગણેશ કર્યા. તેમણે દરરોજના 20 કલાકની અથાગ મહેનત દ્વારા મુંબઈ, દિલ્હી, કલકત્તા, નાગપુર અને ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોમાં વિકસાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, "તેમણે ક્યારેય દિલ્હીમાં રાત વિતાવી ન હતી. કામ પતે એટલે ભાગવાનું."
 

      
    તનતોડ મહેનતથી શિલ્પા લાઇફસ્ટાઇલનું નામ છવાતું ગયું. ઝુડા અને કંદોરાની ડિઝાઇન તેમની એટલી પ્રખ્યાત થયેલી છે કે, અત્યારે પણ યુપીની બજારોમાં લોકો શિલ્પા લાઈફસ્ટાઈલના માર્કાવાળા ઝૂડા અને કંદોરા માગે છે. પ્રભુદાસભાઈએ ગ્રાહકો પ્રત્યે વફાદારીની લાગણીથી ચાંદીની ગુણવત્તામાં ખૂબ જ સુધારો કર્યો અને લોકોનો વિશ્વાસ જીત્યો. આ વિશ્વાસ અને પ્રતિષ્ઠા તેમને સુવર્ણના ધંધા તરફ દોરી ગઈ.

        તેમણે 1972 માં સોનાનું કામ ચાલુ કર્યું. જે 1985 સુધીમાં સંપૂર્ણપણે વિકસિત કર્યું. 1975 માં શિલ્પા જવેલર્સ તરીકે ગોલ્ડ હોલસેલરનું લાયસન્સ મેળવ્યું. પ્રથમ એક્સપોર્ટ હ્યુસ્ટન, અમેરિકામાં કર્યું. સોનાના દાગીના એક્સપોર્ટ કરનારા તે પ્રથમ હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં તેમને સૌરાષ્ટ્રના સૌથી યુવા એક્સપોર્ટ કરનાર વ્યક્તિનો એવોર્ડ મળ્યો. 

        10 સપ્ટેમ્બર 1989 માં રાજકોટની સોની બજારમાં 'શિલ્પા જ્વેલર્સ'ના નામે શોરૂમની સ્થાપના કરી. અહીં એક વાત કરી લઈએ કે, શિલ્પા એ તેમના પાંચ ભાઈઓમાંથી સૌથી મોટા ભાઈની કુટુંબમાં પ્રથમ જન્મ લેનાર દીકરીનું નામ છે. 

        સોની બજારમાં વધતી જતી ભીડ તથા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને દીર્ઘદ્રષ્ટાશ્રી પ્રભુદાસભાઈએ પોતાના સ્વતંત્ર બિલ્ડીંગ, પેલેસ રોડ ઉપર તારીખ 16 સપ્ટેમ્બર 2004માં નવો ભવ્ય શોરૂમ બનાવ્યો. ત્યાં ગોલ્ડ અને ડાયમંડનો વેપાર વધારે વિકસિત કર્યો. સોની બજારની બહાર નીકળીને સોનાના શોરૂમ કરવાની તેમની આ દીર્ઘદ્રષ્ટિને ઘણા બીજા શોરૂમના માલિકોને તેમને અનુસરવાની ફરજ પાડી. ત્યારબાદ તેમણે અક્ષરમાર્ગ પર નવો શો રૂમ બનાવ્યો અને હાલમાં તાજેતરમાં ટ્વિન ટાવર બિલ્ડિંગમાં કાલાવડ રોડને લાગું  અતિભવ્ય 10,000 સ્ક્વેર ફૂટનો શોરૂમ બનાવ્યો. જ્યાં સોનું, હીરા, પ્લેટિનમ વગેરેના ઘરેણા શરૂ થયા. શ્રી પ્રભુદાસભાઈ જ્યાં જ્યાં શોરૂમ બનાવતા ગયા, ત્યાં-ત્યાં બીજા લોકો તેમને અનુસરતા ગયા.

        શિલ્પા લાઇફ સ્ટાઇલ એન્ટિક જ્વેલરી, રિયલ ડાયમંડની પોલકા અને ડાયમંડ જ્વેલરીની ડિઝાઇન માટે પ્રખ્યાત છે. શ્રી પ્રભુદાસભાઈ એ કહ્યું છે કે, "ખૂબ જ સારા ડિઝાઇનરો તેમના ગાઈડન્સ નીચે ખૂબ જ મહેનત દ્વારા નવી નવી ડિઝાઈન બનાવતા રહે છે. એક ડિઝાઇન બનતા લગભગ ત્રણથી પાંચ મહિના થાય છે અને કોઈપણ ડિઝાઇન ક્યારેય રીપીટ થતી નથી. 
 

        
      દુબઈ, અમેરિકા, લંડન જેવા વિદેશોમાં અને આખાએ ભારતભરમાં તેમના દાગીના એક્સપોર્ટ થાય છે. શિલ્પા લાઈફસ્ટાઈલના સર્જક શ્રી પ્રભુદાસભાઈએ અનેક  એવોર્ડ મેળવ્યા છે. જેમ કે, પ્રાઇડ ઓફ રાજકોટ, પ્રાઇડ  ઓફ ગુજરાત, બેસ્ટ જ્વેલર્સ ઓફ રાજકોટ, બેસ્ટ બિઝનેસમેન ઓફ રાજકોટ, બેસ્ટ શો રૂમ ઓફ રાજકોટ વગેરે... શુદ્ધતા અને ગુણવત્તાના દેશ અને વિદેશના જે પ્રણામપત્રો અપાય છે તે લગભગ તમામ પ્રમાણપત્રો શિલ્પા લાઈફસ્ટાઈલ ધરાવે છે. 

        પ્રભુદાસભાઈ અને તેમનો પરિવાર ધર્મની સેવા પ્રવૃત્તિને હંમેશા આર્થિક અનુદાન આપતો રહ્યો છે. દર્દીઓ માટે તેમણે કેન્સર હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, વિવિધ વૈષ્ણવ ધર્મની પ્રવૃત્તિ અને અનેક સંસ્થાઓને પ્રસિદ્ધિથી દૂર રહીને દાન આપ્યા છે. 

        શ્રી પ્રભુદાસભાઈ એ કહ્યું કે, "ગ્રાહકો અને કારીગરો અમારા ભગવાન છે." સોનાની ખરીદીની વ્યાપકતા વિશે તેમણે કહ્યું કે, "સોનુએ ઇન્ટરનેશનલ કરન્સી છે. આખી દુનિયામાં પૈસાના રોકાણનું સૌથી વધારે વળતર સોનું આપે છે. સોનુ એ હાથવગું રોકાણ છે. કારણ કે, સોનામાં કરાયેલું રોકાણ કોઈપણ ક્ષણે પરત મળી શકે છે. જે બીજા રોકાણોમાં હોતું નથી. ભારતમાં સોનું એ સ્ત્રીધન પણ ગણાય છે.

        અત્યારે પ્રભુદાસભાઈ સાથે ત્રીજી પેઢી પણ કામ કરે છે. તેમના દીકરા શ્રી ભાષ્વરભાઈ અને શ્રી હિરેનભાઈ તો જોડાયેલા છે જ, પરંતુ એમના પણ દીકરાઓ શ્રી શિવમભાઈ અને શ્રી પ્રથમભાઈ દાદા સાથે બિઝનેસમાં જોડાઈ ચૂક્યા છે. શ્રી પ્રભુદાસભાઈ એ કહ્યું કે તેમના બંને પુત્રો અને બંને પૌત્રો તેમના મજબૂત હાથ છે. તેમના સંતાનો અને વારસોએ શ્રી પ્રભુદાસભાઈ ની મહેનત અને કોઠાસૂઝને નવી ઊંચાઈ પર લઈ ગયા. આખાએ પારેખ પરિવારનું માનવું છે કે, "ગ્રાહકોનો વિશ્વાસ અમારા માટે સર્વ છે."

        આમ, શૂન્યમાંથી સર્જન કરતા છે પ્રભુદાસભાઈ પારેખની જીવન કથા અત્યારની અને આવનારી પેઢી માટે પ્રેરણાદાયી છે. 


       "ગ્રાહકો અને કારીગરો અમારા ભગવાન છે." શ્રી પ્રભુદાસ પારેખ. શ્રી પ્રભુદાસભાઈની ત્રીજી પેઢી પણ આધુનિકતાના સંગમ સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહે છે. શ્રી પ્રભુદાસ ભાઈ અને તેમના વારસદારોના ગાઈડન્સ નીચે ખૂબ જ ક્વોલિફાઇડ ડિઝાઇનરો દ્વારા સતત નવી લોકપ્રિય ઘરેણાની ડિઝાઇનો બનાવવામાં આવે છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ