એક બે નહીં પણ આજે 6 ભારતીય ખેલાડીઓના જન્મદિવસ, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ? Dec 06, 2025 ભારતીય ક્રિકેટ કેલેન્ડરમાં 6 ડિસેમ્બરનું સ્થાન કંઈક ખાસ છે. સામાન્ય રીતે એક જ દિવસે બે ખેલાડીઓના જન્મદિવસ આવે તે પણ દુર્લભ ગણાય, પરંતુ આ તારીખે તો એક સાથે છ ભારતીય ક્રિકેટરો પોતાનો જન્મદિવસ ઉજવે છે, જે ક્રિકેટ જગતમાં એક અનોખો અને રોમાંચક સંયોગ સર્જે છે. રસપ્રદ વાત એટલી છે કે આ છેય ખેલાડીઓએ પોતાના-પોતાના ક્ષેત્રમાં ભારતીય ટીમને ગૌરવ અપાવ્યું છે.આ વિશેષ યાદીમાં સૌથી પહેલા નામ આવે છે રવીન્દ્ર જાડેજાનું. 6 ડિસેમ્બર, 1988ના રોજ નવાગામ ખેડમાં જન્મેલા જાડેજા ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં ગણવામાં આવે છે. ટેસ્ટ અને વનડે—બન્ને ફોર્મેટમાં તેઓએ અનેક યાદગાર પ્રદર્શન કર્યા છે. 369 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ધરાવતા જાડેજાનો જન્મદિવસ આજે જ આવે છે, જેના કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને વધાવી રહ્યા છે.જાડેજાની સાથે જ આજે જન્મદિવસ ઉજવે છે ભારતના સૌથી ઘાતક પેસર ગણાતા જસપ્રીત બુમરાહ. 6 ડિસેમ્બર, 1993ના રોજ અમદાવાદમાં જન્મેલા બુમરાહે પોતાના અનોખા એક્શન અને યૉર્કરથી દુનિયાના મોટા બેટર્સને છેવાડે લેતા કર્યા છે. 221થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા બુમરાહ આજે ટીમ ઈન્ડિયાના પેસ એટેકની રીડ ગણાય છે.મુંબઈમાં 6 ડિસેમ્બર, 1994ના રોજ જન્મેલા શ્રેયસ ઐયરનો જન્મદિવસ પણ આજે જ છે. ટેકનિકલી મજબૂત અને સ્ટાઇલિશ બેટર તરીકે ઐયરે પોતાનો અલગ જ ફેનબેઝ બનાવ્યો છે. 138 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ઐયરે ભારતીય મધ્યક્રમને અનેક વખતે સંભાળ્યું છે.આ દિવસે જન્મેલો બીજો મહત્ત્વનો ખેલાડી છે કરુણ નાયર. 6 ડિસેમ્બર, 1991માં જન્મેલા નાયરે ભારત માટે માત્ર 12 મેચ જ રમી છે, પરંતુ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવેલું ત્રિપલ સેનચુરીનું કારનામું આજે પણ યાદગાર છે. રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા નાયરે કર્ણાટક અને વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સુંદર યોગદાન આપ્યું છે.જન્મદિવસ ઉજવતા ભારતીય ખેલાડીઓમાં નામ આવે છે પૂર્વ ફાસ્ટ બોલર અને સિલેક્શન કમિટીના સભ્ય આર.પી. સિંહનું પણ. 6 ડિસેમ્બર, રાયબરેલી (ઉ.પ્ર.)માં જન્મેલા આર.પી. સિંહએ પોતાના તેજ અને સ્વિંગથી 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. 82 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમની અસરકારી બોલિંગ આજે પણ ફેન્સને યાદ છે.આ યાદીમાં સૌથી નવું નામ છે યુવા બોલર અંશુલ કંબોજનું. 6 ડિસેમ્બર, 2000ના રોજ કરનાલમાં જન્મેલા આ યુવા પેસરે તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે અને પોતાની ઝડપને કારણે તેમને “AK47” ઉપનામ મળ્યું છે. ભારતના ભવિષ્યના તેજસ્વી પેસ બેટરીમાં કંબોજને એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવે છે. વિદેશી ખેલાડીઓ પણ આ ખાસ તારીખે જન્મેલાઆ દિવસ ખાસ માત્ર ભારતીય ક્રિકેટ માટે જ નહીં, સમગ્ર વિશ્વના ક્રિકેટ માટે વિશેષ ગણાય છે. 6 ડિસેમ્બરના રોજ જન્મેલા વિદેશી ક્રિકેટરોની યાદીમાં પણ અનેક મોટા નામો સામેલ છે.એન્ડ્રુ ફ્લિન્ટોફ—ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે 2005ની એશિઝ સિરીઝમાં ઈતિહાસ રચ્યો હતો અને આજે પણ તેમને દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં ગણવામાં આવે છે.તેમજ ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ, પાકિસ્તાનના નાસિર જમશેદ, આયર્લેન્ડના હેરી ટેક્ટર, ઝિમ્બાબ્વેના શોન ઇરવાઇન અને દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ પ્રિટોરિયસ પણ આજે જ પોતાનો જન્મદિવસ ઉજવે છે. 6 ડિસેમ્બર: ક્રિકેટ જગતમાં અભૂતપૂર્વ સંયોગએક જ દિવસે છ ભારતીય અને અનેક વિદેશી ખેલાડીઓના જન્મદિવસનો આ રોમાંચક સંયોગ ક્રિકેટ જગતમાં દુર્લભ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સૌને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પોતાના મનપસંદ ખેલાડીઓની યાદગાર ઇનિંગ્સ અને પરફોર્મન્સ યાદ કરી રહ્યા છે. Previous Post Next Post