શિયાળામાં ખવાતી પરંપરાગત વાનગીઓ અને તેમના આરોગ્યલક્ષી ફાયદા

શિયાળામાં ખવાતી પરંપરાગત વાનગીઓ અને તેમના આરોગ્યલક્ષી ફાયદા

શિયાળો શરીરને ગરમ રાખતો અને પોષક તત્વો પૂરા કરતો ઋતુ છે. આ સમયમાં આપણા ઘરોમાં ખાસ કરીને એવાં ખોરાક બનાવવામાં આવે છે, જે ઉર્જા વધારવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને શરીરને જરૂરી ગરમી પૂરી પાડે. અહીં શિયાળાની લોકપ્રિય વાનગીઓ સાથે તેમના મહત્વના ફાયદા આપવામાં આવ્યા છે.
 
1. ચીક્કી

ફાયદા:
ચીક્કીમાં ગોળ અને સૂકા મેવાથી શક્તિ વધે છે, શરીરને ગરમ રાખે છે અને હાડકાંને કેલ્શિયમ તથા મિનરલ્સ પૂરાં પાડી મજબૂત બનાવે છે.
 
2. અડદિયા પાક

ફાયદા:
અડદિયા પાક ઊર્જા આપે, પાચન સુધારે, ઠંડી-ખાંસી દૂર રાખે અને અડદ-આદુનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ વધારી શરીર ગરમ રાખે છે.
 
3. ગાજરનો હલવો

ફાયદા:
ગાજરમાં રહેલા વિટામિન A દ્રષ્ટિ માટે ઉત્તમ, ઘી-દૂધ ઊર્જા વધારે, શરીરને ગરમ રાખે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
 
4. ખજૂર પાક

ફાયદા:
ખજૂર આયર્નથી ભરપૂર, શિયાળામાં ગરમી આપે, લોહીની ઉણપ દૂર કરે, શરીરને શક્તિશાળી બનાવે અને રોગપ્રતિકારક શક્તિ ને પ્રોત્સાહિત કરે છે.
 
5. મમરાના લાડુ

ફાયદા:
મમરા હળવા, પચવામાં સરળ, ઊર્જા આપે, ગોળથી ગરમી મળે અને આ લાડુ શિયાળામાં શરીરની તંદુરસ્તી જાળવે છે.
 
6. કચરિયું (દાનિ)

ફાયદા:
કચરિયું પ્રોટીન અને ફાઇબર ભરેલું, ઠંડીમાં ઊર્જા જાળવે, પાચન સુધારે અને શરીરને લાંબા સમય સુધી તાકાત આપે છે.
 
7. સુરતી ઊંધિયું

ફાયદા:
ઊંધિયાંમાં શાકભાજી, તેલ અને મસાલાનું સંયોજન શરીરને ગરમી આપે, પોષણ વધારે અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
 
8. તુવેર ટોઠા

ફાયદા:
તુંવેર પ્રોટીનથી ભરપૂર, શરીરને ઊર્જા આપે, પાચન સુધારે અને શિયાળામાં શારીરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ.
 
9. લીલી હળદરનું શાક

ફાયદા:
લીલી હળદર એન્ટી-ઇન્ફ્લેમેટરી, ઠંડી-ખાંસી દૂર કરે, રક્ત શુદ્ધ કરે અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરે છે.
 
10. મેથીના ગોટા

ફાયદા:
મેથી ગરમી આપે, પાચન સુધારે, સાંધાનો દુખાવો ઘટે અને ગોટા શિયાળામાં શરીરની તંદુરસ્તી માટે ઉત્તમ માનવામાં આવે છે.
 
11. લીલવા કચોરી

ફાયદા:
લિલવા પ્રોટીન ભરપૂર, ઊર્જા આપે, પચવામાં સારાં અને કચોરી શિયાળામાં શરીરને ગરમ અને તંદુરસ્ત રાખે છે.
 
12. ફાફડા-જલેબી

ફાયદા:
ફાફડા-જલેબી ઊર્જા વધારી શરીરને ગરમી આપે, પાચન તંત્રને મજબૂત કરે અને શિયાળામાં ઝડપી ઊર્જા બૂસ્ટર તરીકે કામ કરે છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ