ગુજરાતમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓની મંજૂરી: શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓને મળશે ઝડપી સેવા Nov 20, 2025 ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકારે 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને મંજૂરી આપી છે. અનેક વિસ્તારોમાં શાળાઓની વધતી સંખ્યા અને કાર્યભારને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં DEO કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. આ પગલાંથી શાળા સંચાલકોને હવે દૂર સુધી ધક્કા ખાવા નહીં પડે અને ફાઇલોના પેન્ડિંગ મામલામાં પણ ઘટાડો થશે.કચ્છ જિલ્લામાં પૂર્વ–પશ્ચિમ DEO કચેરીઓકચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હોવાથી એક જ DEO કચેરીએ તમામ કાર્યો સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. હવે અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરીની સ્થાપના કરવામાં આવી છે.અંજાર પૂર્વ : 258 શાળાઓભુજ પશ્ચિમ : 329 શાળાઓઆ નિર્ણયથી કચ્છના દૂર-દરાજના વિસ્તારોની શાળાઓને પ્રશાસકીય કામકાજ માટે વધુ સરળતા મળશે.અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગોની રચનાશહેરમાં શાળાઓનો મોટા પાયે વધારો થવાથી અમદાવાદ DEO કચેરીને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે.અમદાવાદ પૂર્વ DEO કચેરી : 1242 શાળાઓઅમદાવાદ પશ્ચિમ DEO કચેરી : 650 શાળાઓપૂર્વ વિસ્તારમાં આવેલી શાળાઓ લાંબા સમયથી અલગ કચેરીની માંગ કરી રહી હતી, જેના અનુસંધાનમાં વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં પૂર્વ DEO કચેરી માટે સ્થાન પણ નક્કી કરાયું છે.વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેર–ગ્રામ્ય વિભાજનશહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ નીતિના પડકારો જુદા હોવાને કારણે ચાર મોટા જિલ્લાઓમાં કચેરીઓનું વિભાજન કરાયું છે.વડોદરાકુલ શાળાઓ : 1018ગ્રામ્ય DEO : 298શહેર DEO : 720ગાંધીનગરકુલ શાળાઓ : 445ગ્રામ્ય DEO : 271શહેર DEO : 174રાજકોટકુલ શાળાઓ : 1551ગ્રામ્ય DEO : 590શહેર DEO : 961સુરતકુલ શાળાઓ : 1779ગ્રામ્ય/પૂર્વ DEO : 378શહેર/પશ્ચિમ DEO : 1401સુરતમાં નવી DEO કચેરી અઠવાલાઈન્સના જિલ્લા સેવા સદન-2માં સ્થાપિત થશે.ગુજરાત સરકારનો આ નિર્ણય શિક્ષણ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિભાજિત DEO કચેરીઓને કારણે શાળા સંચાલકોના કાર્યમાં સરળતા આવશે, પ્રશાસનમાં ઝડપ આવશે અને શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારાશે. આ વિભાજન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુગમ અને પ્રગતિશીલ બનાવવા તરફનો એક મહત્વનો પગલું ગણાય છે. Previous Post Next Post