ગુજરાતમાં 26 નવેમ્બરથી ભવ્ય રાષ્ટ્રીય પદયાત્રા: કરમસદથી કેવડિયા સુધી 11 દિવસની ‘સરદાર પટેલ પદયાત્રા’

ગુજરાતમાં 26 નવેમ્બરથી ભવ્ય રાષ્ટ્રીય પદયાત્રા: કરમસદથી કેવડિયા સુધી 11 દિવસની ‘સરદાર પટેલ પદયાત્રા’

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં એક ઐતિહાસિક અને રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રાનું આયોજન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં બે વર્ષ સુધી સરદાર પટેલની જયંતિ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં આ વિશાળ પદયાત્રા યોજાઈ રહી છે.

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 11 દિવસની યાત્રા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું કે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ થઈને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સમાપ્ત થશે.
આ યાત્રા 26 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 સુધી કુલ 11 દિવસ ચાલશે.

યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ પદયાત્રાનો મુખ્ય હેતુ છે –
સરદાર પટેલના વિચાર, લોકસેવા, રાષ્ટ્ર એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવો.
સરદાર સાહેબે જેમ આખા દેશને એકતા ના તાંતણે બાંધ્યો, તે જ ભાવનાને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ આ પદયાત્રા દ્વારા કરવામાં આવશે.

દિવસે હજારોથી વધુ લોકો જોડાશે

દેશના વિવિધ રાજ્યો અને તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો આ પદયાત્રામાં જોડાશે.
પ્રત્યેક દિવસે અંદાજે 10 થી 15 હજાર લોકો યાત્રામાં ભાગ લેશે અને સરદાર સાહેબના આદર્શોની પ્રેરણા પ્રાપ્ત કરશે.

દરરોજ ‘સરદાર ગાથા’ કાર્યક્રમ

11 દિવસની પદયાત્રા દરમિયાન દરરોજ સાંજે એક વિશેષ કાર્યક્રમ ‘સરદાર ગાથા’ યોજાશે, જેમાં સરદાર પટેલના જીવન, તેમના સંઘર્ષ, ભારતની એકતા માટેના તેમના યોગદાન તથા દેશના નિર્માણમાં તેમની ભૂમિકાનો વ્યાપક ઉલ્લેખ કરવામાં આવશે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો