દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત: AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ગંભીર Nov 20, 2025 દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં હવાપ્રદૂષણ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ગુરુવારે વહેલી સવારે રાજધાની પર ગાઢ ધુમ્મસ અને ઝેરીલા સ્મોગની ચાદર છવાઈ ગઈ હતી. હવાની ગુણવત્તા એટલી બગડી ગઈ છે કે સમગ્ર શહેર 'ગેસ ચેમ્બર' જેવું બની ગયું છે અને સામાન્ય નાગરિકોથી લઈને બાળકો તથા વૃદ્ધો સુધી સૌને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.દિલ્હીનો AQI 400 પાર, અનેક વિસ્તારો ‘ગંભીર’ શ્રેણીમાંકેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના તાજા આંકડા મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 'ખૂબ જ ખરાબ' અને 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો છે.ગુરુવારે સવારે 7 વાગ્યે દિલ્હીની સરેરાશ AQI 399 રહ્યો હતો – ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીની ટોચ પર.ઘણા વિસ્તારોમાં AQI 450થી પણ વધુ નોંધાયો છે, જે આરોગ્ય માટે અત્યંત જોખમી ગણાય છે.પ્રમુખ વિસ્તારોનું AQI આ મુજબ રહ્યું:જહાંગીરપુરી – 451વઝીરપુર – 477પંજાબી બાગ – 439બાવાના – 438આનંદ વિહાર – 420બુરાડી – 414ITO – 400ચાંદની ચોક – 418આ આંકડાઓ દર્શાવે છે કે પ્રદૂષણનો સ્તર સામાન્ય સ્થિતિને ખૂબ જ વટાવી ગયો છે.NCRમાં પણ સ્થિતિ ચિંતાજનકદિલ્લી સાથે NCRનાં શહેરોમાં પણ હવાની ગુણવત્તા ઝડપથી ખરાબ થઈ રહી છે. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ઝેરીલો સ્મોગ છવાયો છે.નોઈડા સેકટર 62 – 348ગાઝિયાબાદ વસુંધરા – 430ઇન્દિરાપુરમ – 428ગુરુગ્રામ સેક્ટર-51 – 342બુધવારે દિલ્હીનો સરેરાશ AQI 392 નોંધાયો હતો, જે પહેલાથી જ 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં હતો.AQIનું CPCB વર્ગીકરણ0–50 : સારું51–100 : સંતોષકારક101–200 : મધ્યમ201–300 : ખરાબ301–400 : ખૂબ જ ખરાબ401–500 : ગંભીરદિલ્હી અને NCR હાલમાં ‘ખૂબ જ ખરાબ’થી ‘ગંભીર’ના તબક્કામાં છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે.શાળા બંધ અને બાંધકામ રોકવાના માંગણાં તીવ્રપ્રદૂષણની વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો અને માતા-પિતાઓએ શાળાઓ તાત્કાલિક બંધ કરવા, બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. Previous Post Next Post