26/11 હુમલો: કસાબ જીવતો પકડાયો ન હોત તો પાકિસ્તાનના આતંકી ચહેરાનું સાચું સત્ય દુનિયા સમજી ન શકેત

26/11 હુમલો: કસાબ જીવતો પકડાયો ન હોત તો પાકિસ્તાનના આતંકી ચહેરાનું સાચું સત્ય દુનિયા સમજી ન શકેત

26/11ના મુંબઈ પર થયેલો આતંકી હુમલો ભારતના ઈતિહાસનું સૌથી ભયાનક અને દુઃખદ પાનું છે. 17 વર્ષ પહેલાંની એ રાત આજે પણ દેશના હૃદયને હચમચાવે છે. પરંતુ એક સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે—
જો આ હુમલાનો એકમાત્ર જીવતો આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો ન પકડાયો હોત, તો શું દુનિયા ક્યારેય આ હુમલાનું સત્ય જાણી શકત?

જવાબ છે— કદાચ નહીં.
કારણ કે આ સમગ્ર હુમલાનો જીવતો એકમાત્ર પુરાવો કસાબ જ હતો.

જો કસાબ જીવતો ન પકડાયો હોત તો શું બને હોત?

જો હુમલાની રાતે કસાબ માર્યો ગયો હોત, તો હુમલાખોરો કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા, કોણે તેમને મોકલ્યા – આના કોઈ સ્પષ્ટ પુરાવા ભારત પાસે ન હોત. દુનિયા ભારતને પૂછત—
“ફક્ત પાકિસ્તાનનું નામ કેમ લો છો? પુરાવા ક્યાં છે?”

પાકિસ્તાન તો તરત જ કહી દેત—
“આ ભારતનો આંતરિક મામલો છે, અમારી કોઈ ભૂમિકા નથી!”

આવી પરિસ્થિતિમાં 26/11ના હુમલાને રાજકીય આરોપ–પ્રત્યારોપનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો હોત. વિવિધ ખોટી વાર્તાઓ ઉભી થઈ હોત—

  • કેટલાક કહે હોત કે આ દેશની અંદરનું ષડયંત્ર છે.
  • કેટલાક કહે હોત આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે.
  • કોઈ પુરાવા વગર પાકિસ્તાન પર આંગળી ઉઠાવવી મુશ્કેલ બની જાત.

દુનિયા પુરાવા માંગે, પરંતુ ભારત પાસે તે પુરાવા ન હોત.

ASI તુકારામ ઓમ્બલેનું ઐતિહાસિક બલિદાન

26/11નું સત્ય દુનિયા સુધી પહોંચ્યું તેનું સૌથી મોટું શ્રેય જાય છે મુંબઈ પોલીસના ASI તુકારામ ઓમ્બલેને.

ઓમ્બલે સાહેબે પોતાના શરીરથી ગોળીઓ સહન કરી કસાબને જીવતો પકડ્યો.
તેમણે ફક્ત એક આતંકવાદીને નથી પકડ્યો—
તેમણે ભારતનું સત્ય બચાવ્યું.

જો કસાબ જીવતો ન પકડાત, તો 166 નિર્દોષોની હત્યાનો જવાબદાર કોણ છે તે દુનિયા ક્યારેય જાણી ન શકત.

પાકિસ્તાન પર દબાણ લાવવાનો સૌથી મોટો આધાર – કસાબ

કસાબ જીવતો પકડાયો એટલે—

  • તેની ઓળખ સાબિત થઈ
  • તેનું ગામ, પરિવાર અને પાકિસ્તાન સાથેનો સંબંધ મળ્યો
  • તાલીમ શિબિર, હેન્ડલર્સ, કોલ રેકોર્ડ—બધું મળ્યું
  • પાકિસ્તાનની જમીન પર તૈયાર થયેલા હુમલાનું પુરાવું મળી ગયું

આ બધું એવુ પુરાવું હતું કે પાકિસ્તાન ચુપ થઈ ગયું.
આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું.
દુનિયા સમક્ષ પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો ઉઘાડો પડી ગયો.

નાડાછડીનો ભ્રમ અને ખોટી કથાઓ

કસાબ પકડાયો ત્યારે તેના હાથમાં નાડાછડી બાંધેલી મળી હતી.
જો એ જીવતો ન પકડાયો હોત તો આ નાડાછડીને આધારે એક ખતરનાક નેરેટિવ ઉભો થઈ શકત—
“હુમલાખોર હિન્દુ હતા!”

આ પ્રકારની ખોટી વાતો ભારતને ભયંકર રીતે ભટકાવી નાખત.

કસાબના જીવતા હોવા છતાં પણ આ દાવો કરવાનો પ્રયાસ થયો હતો, જ્યારે એક વિવાદાસ્પદ પુસ્તક દ્વારા હુમલાનું દોષ RSS પર મૂકવામાં આવ્યું હતું.
પરંતુ અંતે તપાસે સિદ્ધ કર્યું કે આ સમગ્ર હુમલો પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા ઓપરેટ થયો હતો.

કસાબ વગર સમગ્ર ષડયંત્ર અજાણ રહેત

કસાબની પૂછપરછથી જાણવા મળ્યું—

  • પાકિસ્તાનમાં કયા લૉન્ચ પોઈન્ટ પરથી બોટ રવાના થઈ
  • કયા આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ મળી
  • પૈસા કોને આપ્યા
  • હુમલાનો બ્લૂપ્રિન્ટ કોણે બનાવ્યો
  • રેકી, કમ્યુનિકેશન અને ઓપરેશન કયા હેન્ડલર્સ ચલાવતા

આ બધું માહિતી વગર 26/11ની આખી સચ્ચાઈ ક્યારેય બહાર ના આવી શકત.

ભૂતકાળની જગ્યાએ ખોટા સવાલોએ જગ્યા લીધી હોત

જો કસાબ મરી જત, તો ભારતમાં પણ અનેક સવાલો ઊભા થઈ શકતા—

  • શું આ ભારતીય જૂથોનું કામ છે?
  • આતંકવાદી સ્થાનિક હતા?
  • કોઈ આંતરિક રાજકીય હિત છે?

કસાબની ધરપકડથી આ તમામ ગૂંચવણોનો અંત આવ્યો.

  • કસાબ જીવતો પકડાયો એટલે—
  • પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સામે ખુલ્લો પડી ગયો
  • 26/11નું સત્ય વિકૃત ન થયું
  • ખોટા નેરેટિવ્સ અને રાજકારણ અટક્યું
  • હુમલાનું આખું નેટવર્ક બહાર આવ્યું
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ન્યાય મળ્યો

અને આ બધું શક્ય બન્યું એક જ કારણથી—
ASI તુકારામ ઓમ્બલેના અતુલ્ય બલિદાનથી.

You may also like

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ