રામ મંદિર નિર્માણમાં મોરારી બાપુનો સૌથી મોટો ફાળો, ગુજરાતના દાતાઓ દેશવ્યાપી દાનની યાદીમાં આગળ Nov 25, 2025 અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને પૂર્ણતા તરફ લઈ જતાં, દેશ-વિદેશના કરોડો રામભક્તોએ હૃદયપૂર્વક દાન આપી યોગદાન આપ્યું છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગ્ન પંચમીના પાવન પ્રસંગે રામ મંદિર પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ અવસરને સાક્ષી બનાવવા હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ધ્વજવંદન સમારોહ માટેના અભિજિત મુહૂર્ત દરમિયાન મંદિર પર ફરકાવાયેલો 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો ધ્વજ રામ મંદિરના નિર્માણ પૂર્ણ થવાનો પ્રતીક બની રહ્યો.સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદથી રામ મંદિર માટે દાનનો વહેણ સતત ચાલુ છે. આ દાનકોનો વિશ્લેષણ કરીએ તો, ભારતના દરેક રાજ્યમાંથી યોગદાન આવ્યું હોવા છતાં ગુજરાતીઓનું યોગદાન સૌથી મોટું રહ્યું છે.મોરારી બાપુનું સૌથી મોટું દાન – 11.3 કરોડ સીધું, કુલ 18.6 કરોડશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રામ મંદિરના નિર્માણ માટે રૂ.11.3 કરોડનું દાન આપ્યું છે, જેને અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન ગણવામાં આવે છે.માત્ર એટલું જ નહીં, અમેરિકા, કેનેડા, યુકે સહિત વિશ્વભરના તેમના અનુયાયીઓએ પણ સંયુક્ત રીતે રૂ.8 કરોડનું યોગદાન આપ્યું હતું. આ રીતે બાપુનું કુલ યોગદાન રૂ.18.6 કરોડ સુધી પહોંચ્યું છે. તેમના આ સહયોગને રામભક્તિની ઉદારતા અને અડગ શ્રદ્ધાનું વિશિષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે.ગુજરાતના દાતાઓની ઉદારતા — 101 કિલો સોનાનું દાન દેશભરમાં ચર્ચાનું કેન્દ્રગુજરાત હંમેશા દાનવીરતામાં આગળ રહ્યું છે. આ વખતે પણ તેની ઝલક અયોધ્યામાં જોવા મળી. સુરતના જાણીતા હીરા વેપારી દિલીપ લક્ષ્મી અને તેમના પરિવારે રામ મંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું. આજના બજાર મુલ્યાંકન પ્રમાણે આ સોનાની કિંમત અંદાજે રૂ. 68 કરોડ જેટલી થાય છે.આ સોનાનો ઉપયોગ મંદિરના ગર્ભગૃહ, દરવાજા, સ્તંભો સહિત વિવિધ પવિત્ર રચનાઓને શણગારવા કરવામાં આવ્યો છે. આ દાન માત્ર મૂલ્યવાન જ નથી, પરંતુ મંદિરને સ્વર્ણિમ ભવ્યતા આપવા માટે પણ અગત્યની ભૂમિકા ભજવે છે.અંબાણી પરિવારનું યોગદાન – રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિ માટે શ્રદ્ધાંજલિરામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપનારા મુકેેશ અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.2.51 કરોડનું દાન આપ્યું હતું. અંબાણી પરિવારના અન્ય સભ્યોએ પણ વ્યક્તિગત રીતે વિવિધ ધાર્મિક સેવાઓ અને આયોજનમાં સહયોગ આપ્યો હતો. ભારતના શિર્ષ ઉદ્યોગપતિઓમાંની ગણના થતો આ પરિવાર હંમેશા સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આગળ રહેતો આવ્યો છે.અન્ય ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓનું યોગદાનરામ મંદિરના નિર્માણમાં ઘણા જાણીતા ઉદ્યોગપતિઓ, સેવાભાવી સંસ્થાઓ અને આશ્રમોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જેમાંથી કેટલાક ઉલ્લેખનીય દાન નીચે મુજબ છે:ગોવિંદભાઈ ધોકલિયા, સુરત — રૂ.11 કરોડગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલ — રૂ.11 કરોડનો હીરાનો મુગટપટણા મહાવીર મંદિર ટ્રસ્ટ — રૂ.10 કરોડમહેશ કબુતરવાલા — રૂ.5 કરોડઆ સિવાય હજારો નાના-મોટા દાતાઓએ પણ પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપ્યું છે. 2022માં ભંડોળ અભિયાન શરૂ થયા બાદ પ્રથમ જ દિવસે દેશભરના રામભક્તોએ રૂ.3 કરોડથી વધુનું દાન આપ્યું હતું.રામ મંદિરને મળેલું કુલ દાન – 5,500 કરોડથી વધુનો આંકશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મુજબ, અત્યાર સુધીમાં રામ મંદિરને રૂ.5,500 કરોડથી વધુનું દાન પ્રાપ્ત થયું છે. માત્ર જાન્યુઆરી 2024માં જ રામભક્તોએ બે જ દિવસમાં રૂ.3.17 કરોડનું દાન આપ્યું હતું, જે આ મંદિર માટેની જન-શ્રદ્ધાનો પરિચય આપે છે.ગુજરાતીઓ ટોપ પર — શ્રદ્ધા અને દાન બંનેમાં આગેવાળું રાજ્યબધા દાતાઓના યોગદાનનું વિશ્લેષણ કરીએ તો, સૌથી વધારે દાનદાતાઓ ગુજરાતમાંથી છે. સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં ભંડોળ અભિયાન દરમિયાન ખાસ ઊર્જા જોવા મળી હતી.ગુજરાતીઓની આ દાનવીરતા દર્શાવે છે કે ભલે તે વેપાર હોય કે ધાર્મિક સેવા — ગુજરાત હંમેશા રાષ્ટ્ર, સંસ્કૃતિ અને પરંપરાની સેવા માટે કટિબદ્ધ રહ્યું છે. Previous Post Next Post