પલાળેલી બદામ ખાવાના 5 અદ્ભુત ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં આવશે ચોંકાવનારા ફેરફાર Nov 11, 2025 બદામને તેની પોષકતા માટે સુપરફૂડ ગણવામાં આવે છે. તેમાં વિટામિન E, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા તત્ત્વો મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે પલાળેલી બદામ ખાવાથી તેના ગુણ અનેકગણા વધી જાય છે?ચાલો જાણીએ પલાળેલી બદામ ખાવાના 5 મુખ્ય ફાયદા 1. પાચનતંત્રને રાખે દુરસ્તબદામની છાલમાં રહેલા ટેનિનને કારણે કાચી બદામ પચવામાં ભારે લાગે છે. પલાળવાની પ્રક્રિયા આ તત્ત્વને દૂર કરે છે અને પાચન માટે જરૂરી લિપેઝ ઉત્સેચકને સક્રિય કરે છે. પરિણામે કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે તથા શરીર બદામના પોષક તત્ત્વો વધુ સારી રીતે શોષી શકે છે. 2. હૃદયને આપે રક્ષણપલાળેલી બદામમાં રહેલું વિટામિન E અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હૃદય માટે ઉત્તમ માનવામાં આવે છે.અહેવાલ મુજબ બદામ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં મદદરૂપ છે. રોજ થોડા બદામ ખાવાથી ધમનીઓ સ્વસ્થ રહે છે અને હૃદયરોગનો જોખમ ઘટે છે. 3. પોષક તત્ત્વોનું શોષણ વધુ સારું બનેપલાળેલી બદામમાં રહેલા મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે. નિયમિત સેવનથી શરીરને આવશ્યક પોષણ મળે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. 4. વજન ઘટાડવામાં મદદરૂપબદામમાં રહેલા ફાઇબર અને પ્રોટીન લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે, જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી. સવારે ખાલી પેટે 5-6 પલાળેલી બદામ ખાવાની ટેવ વજન કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. 5. મગજ માટે બ્રેન ફૂડબદામમાં રહેલા રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન તત્ત્વો મગજના કોષોને સક્રિય રાખે છે. નિયમિત સેવનથી યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય છે. અતિરિક્ત ફાયદો: ત્વચા અને વાળમાં નવો તેજપલાળેલી બદામમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને વિટામિન E ત્વચાને મુલાયમ અને તેજસ્વી બનાવે છે. એક મહિના સુધી રોજ બદામ ખાવાથી ત્વચા ગ્લોઇંગ બને છે અને વાળ મજબૂત થાય છે. Previous Post Next Post