રાજકોટ શહેરમાં રેસકોર્સમાં યોજાનારી બોલીવુડ મ્યુઝિકલ નાઇટ માટે પદાધિકારીઓની સજ્જતાઓ Nov 14, 2025 મહાનગરપાલિકાના સ્થાપના દિવસને ઉજવતા, તા.19 બુધવારે રાત્રે 8:00 કલાકે રેસકોર્સના કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા દ્વારા પ્રસ્તુત બોલીવૂડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે, સ્થળની પૂર્વ તૈયારી માટે આજે પદાધિકારીઓ અને સત્તાધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને તમામ વ્યવસ્થા ચકાસી. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, ઈ.ચા. નાયબ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વી.ડી. ઘોણીયા તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા.પદાધિકારીઓએ સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને સુરક્ષા સહિતની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્થળની આખરી તપાસ કરી. તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી, જેથી મ્યુઝિકલ નાઇટ સફળતાપૂર્વક અને સુવિધાપૂર્વક યોજાઈ શકે.આ મ્યુઝિકલ નાઇટમાં શહેરવાસીઓ માટે રોમાંચક અને યાદગાર સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડવાનો ઉદ્દેશ છે. Previous Post Next Post