કેબિનેટ મંત્રી કુંવરજીભા ઈ બાવળિયાએ દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો

કેબિનેટ મંત્રી કુંવરજીભા ઈ બાવળિયાએ દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી તેમજ જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ એમ. બાવળિયાએ નવી દિલ્હીમાં યોજાયેલી શ્રમ અને રોજગાર વિભાગની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો.

બે દિવસીય આ રાષ્ટ્રીય પરિષદમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરિષદમાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર તથા ઉદ્યોગ મંત્રીઓ અને સચિવોએ હાજરી આપી હતી.

આ બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું "પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના", જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે રાજ્યો કેવી રીતે આ યોજનામાં સક્રિય ભાગીદારીથી રોજગારના અવસરોમાં વધારો કરી શકે અને પોતાના રાજ્યના રોજગાર કાર્યક્રમોને રાષ્ટ્રીય પહેલ સાથે સંકલિત કરી શકે.

પરિષદ દરમિયાન ય-જઇંછઅખ (Y-Joinchak) પોર્ટલ જેવા કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ સાથે રાજ્ય સરકારોની વિવિધ કલ્યાણકારી યોજનાઓને એકીકૃત કરવાની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ. આ દ્વારા સામાજિક સુરક્ષા અને રોજગાર સુવિધાઓને સર્વસામાન્ય સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચનાઓ રજૂ કરવામાં આવી.

કુંવરજીભાઈ બાવળિયાએ ગુજરાત સરકારના રોજગાર ક્ષેત્રના પ્રયત્નો અને વિવિધ પહેલો અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓને રાજ્યના વિકાસ સાથે સંકલિત કરવા પ્રતિબદ્ધ છે.

You may also like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ