રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન

રાજકોટ, તા. 11, રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા આજે મવડી ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન વિવિધ પ્રકારની પરેડો યોજાઈ હતી, જેમાં પોલીસના અલગ અલગ વિભાગોએ ભાગ લીધો હતો.

પરેડ દરમિયાન રાજકોટ રૂરલના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોકકુમાર યાદવે તમામ દળોની તાકાત, શિસ્ત અને તાલીમની સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું.

આ પ્રસંગે ડોગ સ્કોડનું પણ સ્પેશિયલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં કૂતરાઓની કાર્યક્ષમતા અને તાલીમની સ્થિતિની તપાસ કરવામાં આવી. આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, “પોલીસ દળની ક્ષમતા, અનુશાસન અને કામગીરી સુધારવા માટે નિયમિત ઇન્સ્પેક્શન ખૂબ જરૂરી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દરેક વિભાગે પોતાના ફરજો ઇમાનદારીથી નિભાવવી જોઈએ.”

ઇન્સ્પેક્શન દરમિયાન અધિકારીઓએ પણ પોતાના અનુભવો વહેંચ્યા હતા અને આગામી દિવસોમાં પોલીસ દળની કામગીરી વધુ અસરકારક બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'