રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટ,

મહાનગરપાલિકામાં ભળી ગયા છતાં સરકારી દસ્તાવેજોમાં ગ્રામ્ય ઓળખ બની મુસીબત

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર, ગારીડા સહિતના પાંચ ગામોના આશરે ૨૦ હજાર જેટલા ગ્રામજનો છેલ્લા દસ વર્ષથી પિનકોડની અસમંજસ અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સમાવેશ થવા છતાં યોગ્ય પિનકોડ અને સરનામાના પ્રશ્ને અનેક પ્રકારની સરકારી તથા ખાનગી સેવાઓમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, આ પાંચ ગામો સુરેન્દ્રનગરમાંથી રાજકોટ શહેરમાં જોડાઈ ગયા હોવા છતાં, દસ્તાવેજો અને પિનકોડની અસંગતતાના કારણે ગ્રામજનોને સૌથી મોટી મુશ્કેલી આધારકાર્ડ કઢાવવા કે તેમાં એડ્રેસ અપડેટ કરાવવામાં પડી રહી છે. આધારકાર્ડ અપડેટ વખતે પિનકોડ અને વિસ્તારના મેચિંગ બાબતે સિસ્ટમમાં પ્રોબ્લેમ આવતો હોવાથી નાગરિકો લાંબા સમયથી ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

આધારકાર્ડમાં પિનકોડ અપડેટ કે નવા કઢાવવા બાબતે સર્જાતી ગંભીર સમસ્યા

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, દસ વર્ષ અગાઉ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટલ વિભાગ અને અન્ય સરકારી રેકોર્ડમાં પિનકોડ અને સરનામાની વિસંગતતા દૂર કરવામાં આવી નથી. આ બેછૂટ વ્યવસ્થાના કારણે માત્ર આધારકાર્ડ જ નહીં, પરંતુ બેંકિંગ સેવાઓ, પાસપોર્ટ, સરકારી યોજનાઓના લાભ તેમજ પોસ્ટલ ડિલિવરીમાં પણ ગંભીર અડચણો નડે છે. આ ગંભીર પ્રશ્ને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'