રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટ,

મનપાની કામગીરીને કારણે 14 લાખ લોકો મુશ્કેલીમાં

રાજકોટ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આવશ્યક જાળવણી અને મરામતની કામગીરીના ભાગરૂપે આજથી આગામી 6 દિવસ સુધી શહેરમાં તબક્કાવાર પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. આ પાણીકાપને કારણે રાજકોટ શહેરના આશરે 14 લાખ જેટલા નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.

મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં અલગ-અલગ દિવસે પાણી વિતરણ પ્રભાવિત રહેશે. પાઈપલાઈન અને જળશુદ્ધિકરણ પ્લાન્ટ સાથે જોડાયેલા જરૂરી કામો પૂર્ણ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

આજે તા.16 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર-5ના ગ્રીનલેન્ડ હેડ વર્ક્સ હેઠળ આવતા અલકા પાર્ક, ભગીરથ સોસાયટી, ગાંધી સ્મૃતિ સોસાયટી, માલધારી સોસાયટી, મણિનગર, નારાયણનગર, રણછોડનગર, શિવમનગર, શિવસૃષ્ટિ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા.17 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર 4ના ગ્રીનલેન્ડ હેડ વર્ક્સ હેઠળ મીરા પાર્ક, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા, મધુવન પાર્ક, પંચવતી પાર્ક, ગોકુલધામ, તુલસી પાર્ક, શિવધારા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા.18 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર -1, 3, 7, 9, 10, 11, 12, 13, 14, 2, 4, 5, 6, 15ના 150 ફૂટ રિંગ રોડ આધારિત વિસ્તારો સહિત રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, ગુલમહોર રેસિડેન્સી, ગુણાતીતનગર, તુલસી પાર્ક, ગોલ્ડન પાર્ક, હરિનગર અને અન્ય વિસ્તારો પાણી વિતરણથી અસરગ્રસ્ત રહેશે.

તા.19 સપ્ટેમ્બરના રોજ સોજીત્રાનગર, ચંદ્રેશનગર હેડ વર્ક્સ, ગુરુકુળ ઢેબર રોડ, લાલબહાદુર, રૈયાધાર આધારિત તથા 150 ફૂટ રિંગ રોડ સપ્લાય અને પંપિંગ સ્ટેશન આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા.20 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર-1, 3, 10, 11, 12, 8, 3, 2, 7, 13, 14, 17, 18, 6, 15ના ઘંટેશ્વર, વિનોદનગર હેડ વર્ક્સ, જેટકો ફિલ્ટર પ્લાન્ટ, ન્યારી ફિલ્ટર, બજરંગવાડી, ગુરુકુળ ગોંડલ રોડ તથા જિલ્લા ગાર્ડન આધારિત વિસ્તારોમાં વિતરણ બંધ રહેશે.

તા.21 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર-9, 10, 11, 8, 13, 12, 2, 3, 18ના રૈયાધાર આધારિત, 150 ફૂટ રિંગ રોડ સપ્લાય તથા પંપિંગ સ્ટેશન સપ્લાય અને મવડીના સવારના વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

લાંબો સમય સુધી પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અગાઉથી જ પાણીનો સંગ્રહ કરી રાખે અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે, જેથી મુશ્કેલીઓથી બચી શકાય. 6 દિવસ બાદ તબક્કાવાર રીતે સમગ્ર શહેરમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ થઈ જશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

You may also like

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં આજથી 6 દિવસ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં ભળેલા 5 ગામોના 20 હજાર લોકો એક દશકાથી પિનકોડ વગર પરેશાન

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

રાજકોટમાં પાણીકાપના પ્રથમ દિવસે જ વોર્ડ નં. 5માં મહિલાઓનો આક્રમક રોષ

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય: કચ્છ અને જામનગર સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'